________________
ધન્ય મહાવીર, ધન્ય ચંદના...!
[ ૨૨૧ ] હતા પણ તેમને આવે છેગી કદી જોવા મળ્યો ન હિતે. ઉત્તમમાં ઉત્તમ ખાદ્ય પદાર્થો સામે ધરવા છતાં કંઈ પણ લીધા વગર પ્રભુ જ્યારે પાછા ફરી જતાં ત્યારે નગરલેકે ભારે નવાઈમાં ડુબી જતાં!
એ નગરીમાં શતાનિક રાજા રાજ્ય કરતે હતે. પ્રભુના મામા ચેટકરાજાની પુત્રી મૃગાવતી તેની પટરાણી હતી. એ મૃગાવતી જૈનધર્મપરાયણ પરમ શ્રાવિકા હતી. એ રાજાને સુગુપ્તિ નામને મંત્રી હતું. એ મંત્રીને નંદા નામની ધર્મપત્ની પણ ધર્મરાગી શ્રાવિકા હતી. નંદા અને મૃગાવતી વચ્ચે સખ્યભાવ હતો. એ નગરમાં ધર્મવૃત્તિને ધારણ કરનાર ધનાવાહ નામને ધનાઢ્ય શેઠ રહેતું હતું, તેને મૂળા નામની પત્ની હતી.
એક વખત ભિક્ષા માટે ફરતાં પ્રભુ સુગુપ્ત મંત્રીના ઘેર પધાર્યા. મંત્રી ઘેર ન હતા, પણ નંદા શ્રાવિકાએ પ્રભુને ઘરઆંગણે આવેલા જોઈ ઓળખી લીધા અને ભારે હર્ષ પામી. સ્વાગત વચનપૂર્વક પ્રભુની સામે જઈ વંદન કરી, બહુમાનથી ઘરમાં લઈ ગઈ અને એ બુદ્ધિમતી શ્રાવિકાએ કપે તેવા ભેજ્ય પદાર્થો પ્રભુની સામે ધરી વહોરવા માટે ખૂબ ખૂબ આગ્રહ કર્યો પણ અભિગ્રહપૂર્તિની એકે વસ્તુ ન દેખાતાં પ્રભુ કંઇ પણ લીધા સિવાય ત્યાંથી પાછા ફર્યા. આથી નંદા શ્રાવિકાને અત્યંત દુઃખ થયું. આંખમાં આંસુ અને હદયમાં વલોપાત સાથે ખેદ કરવા લાગી. મારા સારા ભાગ્યે મહાવીર મારા ઘેર પધાર્યા. સૂઝતે આહાર તૈયાર હોવા છતાં મને જરા ય લાભ ન આવે! આમ દુ:ખી થતી જોઈ તેને તેની દાસીએ કહ્યું: “સ્વામિની! આ દેવાય
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org