________________
[૨૨૦ ]
શ્રી મહાવીર જીવનત પ્રભુના દુઃખે દુઃખી થતા, એવા અનેક આત્માઓ હતા. જ્યારે પ્રભુને પરેશાન કરનારા દુષ્ટ બુદ્ધિવાળા હલકી મને વૃત્તિવાળા આત્માઓ પણ અનેક હતા! પણ વિશાળહદયી પ્રભુને ભક્તિનો પક્ષપાત ન હતો....વ્યક્તિનો અનુરાગ ન હતે.....અને દુષ્ટ મનુષ્ય પ્રત્યે દ્વેષ ન હતોષ ન હતે...આકાશ કરનાર વ્યકિત તરફ આક્રોશ ન હતો ! પ્રેમ રાખનાર વ્યક્તિ તરફ પ્રેમ ન હતું! સર્વ પ્રત્યે એક જ સરખે ભાવ તેમના અંતર સરોવરમાં છલકાઈ રહ્યો હતો.
દીક્ષા જીવનના બારમા વરસમાં વિહરતાં પ્રભુ કૌશાંબી પધાર્યા. તેમણે ત્યાં કર્મક્ષય માટે એક અભિનવ પ્રગ આદર્યો. પોષ વદી પ્રતિપદાના દિવસે એક ઘેર અભિગ્રહ ધારણ કર્યો.
કઈ રાજકન્યા દાસીપણુને પામેલી હોય, પારકા ઘેર રહેતી હોય, હાથ અને પગ લેઢાની બેડીએ જડ્યા હોય, મસ્તક મંડિત હય, મધ્યાહ્ન સમય વીતી ગયા હોય, એક પગ ઉંબરાની અંદર હોય બીજો પગ બહાર હય, ત્રણ દિવસની ભૂખી હોય, એવી એ રાજકન્યા આંખમાં આંસુ પૂર્વક સૂપડાના ખૂણે રહેલા અડદના બાકુળાથી મને પ્રતિલાલે તે જ મારે પારણું કરવું. ” આવો અતિ કઠિન અભિગ્રહ લઈ દરરોજ ભિક્ષા માટે મધ્યાહ્ન સમયે પ્રભુ કૌશાંબી નગરીની શેરીએ શેરીએ ફરતાં, પણ અભિગ્રહને અનુરૂપ સંગ ન સાંપડતાં પાછા ફરી કાયોત્સર્ગ ધ્યાનમાં લીન બની જતાં.
કૌશાંબી નગરીના લેકોએ ભિક્ષુઓ તો ઘણું જોયા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org