________________
ધન્ય મહાવીર, ધન્ય ચંદના...!
[ ૨૧૯ ] પૂર્ણશેઠને દ્રવ્ય લાભ મેળવનાર અને જિનદત્તશેઠને ભાવ લાભ મેળવનાર તરીકે પિછાણ્યા. પૂર્ણ શેઠને દ્રવ્યલાભ તરીકે
આ ભવ પુરતો જ ધન અને યશનો લાભ મળ્યો, જ્યારે જિનદત્તશેઠે ભવોભવ ભાથા સરખો ધર્મને લાભ અને અશ્રુત દેવલોકમાં દેવ બનવાને લાભ મેળવ્યું. હુંદુભિનાદ ન સાંભળ્યો હોત તે જિનદત્ત શેઠે અવશ્ય કેવળજ્ઞાન પામી સંસાર કાપી નાખ્યું હતું. એમ કેવળીના મુખે અરિહંતના પારણાને દ્રવ્ય લાભ અને ભાવ લાભ જાણ લોકો વિસ્મય પામ્યા અને મનોમન જિનદત્તને વંદી રહ્યા !
પ્રભુ મહાવીર સ્રામાનુગ્રામ વિચરતા સુસુમારપુરે પધાર્યા. ત્યાં અશોકખંડ વનમાં અશોકવૃક્ષ નીચે શીલાપર અફૂમ ત૫ સ્વીકારી એક રાત્રિની પ્રતિમા ધરીને રહ્યા. તે સમયે સૌધર્મેન્દ્રને જીતવા ઉપર ચડેલે ચમરેન્દ્ર સૌધર્મેન્દ્રના વજપ્રહારથી ભયભીત થઈને પ્રભુ મહાવીરનું શરણ સ્વીકારતાં ઈન્દ્રના કેપથી બચી ગયેલા અમરેન્દ્ર પ્રભુને પરમ ભક્ત બન્યા. પ્રાતઃકાળે કાર્યોત્સર્ગ પારીને પ્રભુ અનુકમે ભગપુર નગરમાં પધાર્યા. ત્યાં મહેન્દ્ર નામના કોઈ દુર્મતિ ક્ષત્રિય હાથમાં ખજુરીની લાકડી લઈ દ્વેષથી પ્રભુને મારવા દેડ્યો. ત્યારે પ્રભુને વંદન કરવા આવેલા સનસ્કુમારેજે એ ક્ષત્રિયને અટકાવ્યું અને ભક્તિપૂર્વક પ્રભુને વંદન કરી સુખવિહારની શાતા પૂછી. પ્રભુ નંદીગ્રામ પધારતાં સિદ્ધાર્થ રાજાના મિત્ર નંદરાજાએ પ્રભુની પૂજા કરી. મેઢક ગામે પધારતાં એક અણઘડ ગેવાળીયે વાળની ગુંથેલી રાસ લઈને પ્રભુને મારવા દેડ્યો. સૌધર્મેન્દ્ર તેને વાર્યો. આમ ઈન્દ્રો, દેવતાઓ, રાજાઓ, શેઠિયાઓ વગેરે ઉત્તમ આત્માઓ પ્રભુ પ્રત્યે ભક્તિ દર્શાવતા, વંદન કરતાં, સુખશાતા પૂછતા,
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org