________________
[ ૨૧૮ ]
શ્રી મહાવીર જીવનત ચાતુર્માસ પણ પૂર્ણ થયું. પારણના દિવસે શેઠે લાભ આપવાની પ્રભુને ઘણું ઘણું વિનંતી કરી, મનમાં થયું કે આજ તે પ્રભુ જરૂર મારા ઘેર પધારશે. હર્ષથી થનગનતા શેઠ ઘેર ગયા અને અત્યંત ઉત્કંઠાપૂર્વક પ્રભુની રાહ જોવા લાગ્યા. મધ્યાહ્ન સમયે પ્રભુએ કામવનમાંથી નીકળી ભિક્ષાચર્યાના નિયમાનુસાર શેરીઓમાં ફરતાં ફરતાં એક ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યો. ઘરના માલીક નવિન શેઠે દાસીને જે કંઈ હોય તે આપવા સંકેત કરતાં દાસીએ કાષ્ટના ભાજનમાં અડદના બાકુલાનું ભજન પ્રભુના કરપાત્રમાં વહેરાવ્યું. દેવતાઓએ દેવદુંદુભિના નાદ સાથે પંચદિવ્ય પ્રગટ કર્યા. અરિહંતને દાન આપવાથી ગગનમંડળ ગાજી ઉઠયું. એકત્ર થયેલા લકોને નવિન શેઠે કહ્યું: “મેં પિતે મારા હાથે પ્રભુને દૂધપાકથી પ્રતિલાળ્યા.” નવિન શેઠને પૂર્ણ ભાગ્યશાળી વ્યક્તિ તરીકે લોકેએ તેમને પુર્ણશેઠના નામથી સંબોધ્યા. શેઠ પણ સાડા બાર કોડ સોનૈયાના સ્વામી બની દ્રવ્યલાભના ભાગીદાર બન્યા. જીર્ણશેઠે જ્યારે દુંદુભિનાદ સાંભળ્યો ત્યારે તેમના વૃદ્ધ હૈયાને ભારે આંચકો લાગ્યું. આજના દિવસને ધન્ય માનતાં શેઠ ભાવનાની અખંડ ધારાએ ઝુલતા હતા. “આજ પ્રભુ મારે ઘેર પધારશે! હું ક૯૫નીય આહાર પ્રભુના કરપાત્રમાં વહોરાવીશ ! પ્રભુ મારા ઘેર પારણું કરશે ! હું ધન્ય ધન્ય બની જઈશ ! આજે મારો જન્મ સફળ થઈ જશે! આ ચડતી વિચારધારામાં દુંદુભિએ ભંગ પાડ્યો. જિનદત્ત શેઠ ચમકી ગયા. “અરે....પ્રભુએ મારી ભાવના તોડીને શું અન્ય ઘેર પારણું કર્યું? અહા... પ્રભુને સ્વહસ્તે પારણું કરાવનાર વ્યક્તિ પુણ્યશાળી અને હું દુર્ભાગી ! મારે મને મારા મનમાં જ રહી ગયો !”
પાર્શ્વનાથ પ્રભુના એક કેવળજ્ઞાની શિષ્યના મુખે કે એ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org