________________
[ ૨૧૪ ]
શ્રી મહાવીર જીવનāાત
મારા નિમિત્તે ભારે કર્મી બની જાય છે, એવુ શું થશે ? ” એવા દયાદ્ર ભાવથી પ્રભુના નયને પણ આ અન્યા.
પ્રભુની ચિંતા કરતાં સૌધર્મેન્દ્ર મ્લાન મુખે, અને દુ:ખી હૃદયે નાટક પ્રેક્ષણ અંગરાગ વગેરે બંધ કરાવી દેવસભા સાથે શેકમગ્ન બની લમણે હાથ મૂકી દ્દીન વદને વિચારતા હતાં: “ હેા....પ્રભુને ઉપસર્ગાનું નિમિત્ત હુ અન્યો. પ્રભુની પ્રશંસા મે' ન કરી હોત તેા દુષ્ટ સંગમે પ્રભુને વિડંખ્યા ન હાત ” આમ ચિંતામાં છ મહિના વીતી ગયા પછી લજજાથી બિડાયેલા નયને સંગમને આવતા જોતાં જ પરાઙમુખ બનીને ઇન્દ્ર દેવતાઓ પાસે ધક્કા મરાવી ઘણી જ નિત્સના કરાવી તિરસ્કારપૂર્વક દેવસભામાંથી હડસેલી મૃકાવ્યો. આથી સંગમે પેાતાનુ ખાકી રહેલું એક સાગરોપમનુ આયુષ્ય પૂર્ણ કરવા માટે મેરૂપર્યંતની ચૂલિકા પર જઇને પોતાની શેષ જીંદગી વિતાવી. ઈન્દ્રની આજ્ઞા મેળવી તેની દેવીએ પણ સાથે ગઇ અને સ્થાનભ્રષ્ટ બનેલા એ દેવ જેમ તેમ દેવત્વનું' આયુષ્ય પુરૂ કરશે.
છ માસી તપનું પારણુ કરવા માટે પ્રભુ ફ્રી એ જ ગોકુળમાં પધાર્યા. ત્યાં વત્સપાલિકા નામની એક વૃદ્ધ ગોવાલણે કલ્પે તેવા પરમાત્નથી પ્રભુને પ્રતિલાલ્યા. ખુશ થયેલા દેવાએ પદિવ્ય પ્રગટ કર્યા, અને એ ગોકુળ જય જયારવથી ગાજી ઊઠયું. આનંદ આનંદ વતી રહ્યો !
આમ ઉપસરીની હારમાળા અને ઊપવાસની પરંપરા છ મહિના લાંબી ચાલી તે પણ પ્રભુ સમતાશીલ સ્વભાવથી જરાય ડગ્યા નહીં. સહનશીલતાને પણ હદ હાય છે, પણુ
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org