________________
ધ્યાનની પરાકાષ્ટા
| [ ૨૧૩] જાય એવી કારમી વેદનાથી પ્રભુને વિડંબિત કર્યા. પ્રભુને છ મહિનાના ચોવિહારા ઉપવાસ થઈ ગયા. છતાં પ્રભુ ન ગ્લાન થયા, ન અશાંત થયા, ન ગુસ્સે થયા! ધ્યાનની પરાકાષ્ટાએ પહોંચેલા પ્રભુને ઉતારી પાડવાનાં સંગમના હજારે પ્રયત્નો લેખે ન લાગ્યા. પીડા સહન કરતાં પ્રભુ ન થાક્યા પણ પીડા કરનાર સંગમ થાકી ગયો ! નિરાશ થઈ ગયો ! હતાશ બની વિલો પડી ગયો ! એ મટી મટી બડાઈના બણગા ફૂંકીને આવ્યો હતો, પણ તેના હૈયું અને હોઠ સદાને માટે બીડાઈ ગયા ! અવધિજ્ઞાનથી પ્રભુના પરિણામ તપાસ્યા. પણ પ્રભુ તો સૌગિરિથી પણ અધિક નિશ્ચલ હતા. સંગમના પસ્તાવાને પાર ન રહ્યો. સ્વર્ગના સુખે છોડી છ મહિના સુધી પ્રભુ સાથે પૃથ્વિ પર ભટક્યો. પણ જે કામ માટે આવ્યો હતો એ કામ સિદ્ધ ન થયું, થાય એમ ન હતું, આથી ધ્યાનસ્થ ઊભેલા પ્રભુ પાસે જઈ સંગમે નીચી મુંડીએ બે હાથ જોડી પ્રભુને કહ્યું: “પ્રભુ દેવસભામાં ઈદ્ર આપની જે પ્રશંસા કરી હતી તે અક્ષરશઃ સત્ય નીવડી. આપ સત્યપ્રતિજ્ઞ છે જ્યારે હું ભ્રષ્ટપ્રતિજ્ઞ નીવડ્યો. આપની સ્થિરતાની પ્રશંસા હું ન રહી શક્યો અને આપને ધ્યાનથી ચલિત કરવા વગર વિચાયે દેડી આવ્યો. છ છ મહિના સુધી મેં આપને આહારથી વંચિત રાખ્યા. આજે પણ શુદ્ધ આહારને અશુદ્ધ બનાવનાર હું જ હિતે. પ્રભુ મારા કોટી કોટી અપરાધો માફ કરે. હવે આપ સુખે સુખે વિચરે....હું જાઉં છું. આપને હવે કઈ ભય નથી.” આ સાંભળી પ્રભુ બોલ્યાઃ “અરે સંગમ ! તને ઠીક લાગે તેમ કર ! હું કોઈને આધિન નથી.” પ્રભુના શબ્દ સાંભળી હતપ્રભ બનેલો સંગમ પશ્ચાતાપ કરતે ચાલ્યો ગયો. પ્રભુ તેને જ જોઈ રહ્યા ! “અરે આ બિચારો
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org