________________
[ ૨૧૨ ]
શ્રી મહાવીર જીવનજ્યોત પ્રભુને છોડાવ્યા. ત્યાંથી તસલી નામના ગામમાં પધારી ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં પણ સંગમે પ્રભુ પર ચોરીનો આરોપ મૂકતાં લોકો પ્રભુને પકડીને રાજસભામાં લઈ ગયા. ત્યાં સિદ્ધાર્થ રાજાના સુમાગધ નામના મિત્રે ત્યાંના રાજાને પ્રભુને પરિચય આપી મુક્ત કરાવ્યા. ત્યાંથી ફરી પાછા તસલીગામ પધારતાં ધ્યાનારૂઢ પ્રભુની પાસે સંગમે ચેરીના હથીયારે મૂક્યા. ચેરીના સાધનો પ્રભુ પાસે જઈ લેકે તેમને પકડી તસલી નામના ગામના મુખી ક્ષત્રિય પાસે લઈ ગયા. એણે પ્રભુ પાસે પરિચય માગ્યું અને હથીયારે વિષે પૂછયું. પણ મૌન પ્રભુએ કંઇ જવાબ ન આપે ત્યારે પ્રભુને ચાર માની શૂળી પર ચડાવવાની તૈયારી કરી. અધિકારીઓએ પ્રભુને ફાંસી પર ચડાવ્યા અને ગળામાં પાશ નાખ્યો કે તરત જ ફાંસી તૂટી ગઈ, એમ એક બે વાર નહિ પણ સાત વખત પ્રભુને ફાંસીએ ચડાવ્યા અને સાતે સાત વખત ફાંસી તૂટી ગઈ. આ બનાવથી બધા ભારે આશ્ચર્યમાં ડુબી ગયા. તે સલીરાજાએ આ વાત જાણું ત્યારે પ્રભુને મહાન આત્મા જાણે આદર સત્કારપૂર્વક મુકત કર્યા. સિદ્ધાર્થપુર પધારતાં ફરી સંગમ ચેરની શંકાથી પ્રભુને પકડાવ્યા. પૂર્વપરિચિત કૌશિક નામના અશ્વના વેપારીએ પ્રભુને છેડાવ્યા. પ્રભુ વ્રજગામ એટલે કોઈ ગોકુળમાં ગોચરી માટે પધાર્યા. સંગમ ત્યાં પણ પહોંચી ગયે અને શુદ્ધ આહારને અશુદ્ધ બનાવી દીધે. સંગમની આવી ચેષ્ટા જાણી જરાય ગ્લાની વગર પ્રભુ ગોકુળ બહાર આવી ધ્યાનમાં લીન બની ગયા. આવી રીતે હેરાન કરતાં છ મહિના વીતી ગયા. છ છ મહિના સુધી સંગમે પ્રભુને સંતાપવામાં કંઈ બાકી ન રાખ્યું. આહાર અનેષણીય કરવાની હદ સુધી પહોંચી ગયો! સાંભળતાં દિલ ધ્રુજી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org