________________
ધ્યાનની પરાકાષ્ટા
[ ૨૧૧ ] ચકચકિત થાય તેમ પ્રભુની ધ્યાનદીતિ સવિશેષ ચમકવા લાગી. પ્રભુને હરાવવા આવેલે સંગમ પોતે જ હારી ગયો. પ્રતિજ્ઞાભ્રષ્ટ બને એ સંગમ સાવ નિસ્તેજ બની ગયો.
હાવરે બાવરે બની ગયેલ દેવ વિચારમાં પડી ગયો કે હું શું મોઢું લઈને દેવસભામાં જઉં! હારીને જવું જરાય હિતાવહ નથી. હજી પણ ગમે તે પ્રકારે આ સાધુ ચલાયમાન થાય તે માટે રંગ રહી જાય ! કઈ પણ પ્રકારે આને ફસાવું તે જ હું સંગમ ખરે ! આવા અનેક સં૫ વિક૯પ કરતો સંગમ પ્રભુને ડગાવવા રેકા !
પ્રાતઃકાળે પ્રભુ વાલક ગ્રામ તરફ ચાલ્યા. માર્ગમાં પાપી સંગમે અડતાં દાઝી જવાય એવી તપાવેલી રેતી અને પાંચસે ચારને દેખાવ કર્યો. એ ચારે એકી સાથે પ્રભુને વળગી પડ્યા. પર્વત પણ ભીંસાઈ જાય એવી ભીંસથી પ્રભુને ભસ્યા તે ય પ્રભુ ધ્યાનથી લેશમાત્ર વિચલિત ન થયા. ઝીણી રેતીમાં ચાલતાં પ્રભુના પગ ઢીંચણ સુધી ખુ ચી જતાં હોવાથી મહામુશીબતે પ્રભુએ એ રેતાળ પ્રદેશ પસાર કયો. પણ તનમનથી જરાય થાક્યા નહિ. હવે સંગમે પ્રભુને ચલિત કરવાનો ને રસ્તે લીધે. પ્રભુ જ્યાં આહાર પાણી માટે પધારે ત્યાં સંગમ એ આહારને અનેષણય બનાવી નાખે. આથી પ્રભુના ઉપવાસ ઉપર ઉપવાસ થવા લાગ્યા.
એક વખત પ્રભુ તસલી નામના ગામના ઉદ્યાનમાં ધ્યાનારૂઢ હતા. ત્યારે સંગમે તેમના પર ચોરીનું આળ ચડાવ્યું. અજ્ઞાની લેકે પ્રભુને ચેર જાણી મારવા આવ્યા. તિલ નામના પ્રભુના પરિચિત એક ઈદ્રજાલિયાએ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org