________________
[ ૨૧૦ ]
શ્રી મહાવીર જીવનત જો તમે ઈચ્છો તે તમને એક મોટા સામ્રાજ્યના સ્વામી બનાવું! અનેક રાજા મહારાજાઓ તમારા ચરણ ચૂમે એવી સત્તાના શીખરે તમને પહોંચાડું ! તમારે જે મને રથ હેય તે બોલે ! હું અવશ્ય પૂર્ણ કરીશ. કારણ કે હું શક્તિશાળી આત્મા છું.” પ્રભુ તરફથી કંઈ જવાબ ન મળતાં સંગમે વિચાર્યું કે આ મુનિએ તે મારી બધી શક્તિ કુંઠિત બનાવી દીધી ! મારા બધા હથિયાર હેઠા પાડી દીધા ! એ મુનિને મુંઝવવાને કઈ પ્રવેગ હવે મારી પાસે રહ્યો નથી. પણ એક કામદેવનું અમેઘ શસ્ત્ર બાકી છે. કામદેવ પાસે બધા દેવ નમતા રહ્યા છે. તે મુનિ પણ કામદેવના શસ્ત્ર સમી રૂપવતી રમણીઓના કટાક્ષોથી અવશ્ય વીંધાઈ જશે! આમ નિર્ણય કરી કુબુદ્ધિઓના સંગમ સરખા સંગમદેવે રંભા અને તિલોત્તમા જેવી દિવ્ય સ્વરૂપી દેવાંગનાઓ પ્રગટ કરી. એ દેવાંગનાઓએ એકી સાથે છએ હતુઓ નીપજાવી. પ્રભુને લલચાવવા અને પિતાના તરફ આકર્ષિત કરવા અનેક પ્રકારના કામોત્તેજક નૃત્ય કરી હાવભાવ અને અંગ મરેડ દર્શાવતી નાચવા લાગી. સંગીતની મધુર સુરાવલિ છેડતી કેટલીક અપ્સરાઓ પ્રભુ પર વિજય મેળવવા અનેક અભિનયો કરતી પ્રભુને પિતાના તરફ ખેંચવા પ્રયત્નો કરવા લાગી. ચાટુ વચનો બેલતી, પ્રભુ સન્મુખ ધસતી કેટલીક અસરાઓ લાક્ષણિક ઢબે વક્ષસ્થળ વગેરે અંગ પ્રદર્શન કરતી પ્રભુના ચિત્તને ક્ષેભ પમાડવા લાગી. પણ મેરૂ પર્વત સમાન ધીર એવા મહાવીરપ્રભુએ દેવાંગનાઓને અનુકુળ ઉપસર્ગને પણ જરાય મચક ન આપી. મુનિધર્મની મર્યાદામાં મસ્ત પ્રભુને પરાસ્ત કરવા સંગમે એક રાત્રિ દરમ્યાન અત્યંત ભયંકર, કઠિન અને ગાઢ પીડાજનક વીશ ઉપસર્ગો કર્યા. તે પણ કસોટીની સરાણે ચડેલું સુવર્ણ જેમ વધુ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org