________________
લાકે જેની સાથે
ધ્યાનની પરાકાષ્ટા
[ ૨૦૯ ] ઉપસર્ગમાં નિષ્ફળ ગયેલા દેવે ચંડાળનું રૂપ લઈ પ્રભુના કાન ઉપર, ડેકમાં, ભૂજાઓ અને જઘાઓમાં પક્ષીઓના પાંજરા લટકાવ્યા. તેમના ચાંચ અને નાના પ્રહારથી પ્રભુના દેહ પર અનેક છિદ્રો પડ્યા પણ પ્રભુની ધ્યાનસ્થ દશામાં એક છિદ્ર ન પડયું. આથી ચીડાયેલા સંગમે પ્રગટ કરેલ વૃક્ષો અને પત્થરોને પણ ભમાવે તે મહાવાયુ પ્રભુને ઉછાળી ઉછાળીને નીચે પટકવા લાગ્યું. તે યે સંગમનું ધાર્યું ન થતાં તેણે પ્રગટ કરેલો પર્વતોને પણ ચક્કર ચક્કર ફેરવે એ વંટેળીયે કુંભારના ચાકની જેમ પ્રભુને ગેળ ગોળ ભમરીઓ ખવરાવી, તે ય એક તાનમાં રહેલા પ્રભુએ શુભ ધ્યાન ન છેડ્યું તે ન જ છોડ્યું. પ્રભુની આવી અદ્દભૂત સ્થિરતા જોઈ સંગમ ક્ષેભિલે પડી ગયે. પણ “હાર્યો જુગારી બમણું રમે” એ ન્યાયથી ઈન્દ્ર સામે પોતાનું માન અખંડ રાખવા માટે પ્રભુને મારી નાખવાના વિચારથી હજાર ભાર લેઢાનું કાલચક્ર પેદા કરી પ્રભુ પર ફેંક્યું. મેટા પર્વતના પર્વતેનું ચૂર્ણ બનાવી દેનાર કાળ ચકના પ્રહારથી પ્રભુ ઢીંચણ સુધી પૃથ્વીમાં ખેંચી ગયા. તો યે સંગમ પિતાની મેલી મુરાદ પાર પાડી શક્યો નહિ. આવા કાલચકથી પણ આ મનુષ્ય પંચત્વ પામ્યો નહિ તેથી લાગે છે કે મરણુત પીડાજન્ય કષ્ટો તેને ચલિત કરી શકે એમ નથી. હવે તેને અનુકુળ લાલચ આપી લલચાવું તે કદાચ મારૂં કામ થાય. એમ વિચારી એક મોટા વિમાનમાં બેસી સંગમ પ્રભુ પાસે આવ્યા. અને મુદિત સ્વરે પ્રભુને કહેવા લાગ્યાઃ “હે મહર્ષિ ! તમારા ઉગ્ર તપથી અને સવથી હું તમારા પર પ્રસન્ન થયે છું. માટે તમે મારી પાસે જે જોઈએ તે માગે ! કહે તો તમને સ્વર્ગમાં લઈ જઉં! કહે તે મેક્ષમાં લઈ જઉં! અથવા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org