________________
[ ૨૦૮ ]
શ્રી મહાવીર જીવનત નખાવ્યું. તે ય સંગમની આશા ફલિભૂત ન થઈ; એટલે મોટા ફણીધરે પ્રગટ કરી ફણના પ્રહાર અને વિષભર્યા
ખેથી પ્રભુનું શરીર વિષમય બનાવવા પ્રયત્ન કર્યો, ઉંદર પ્રગટ કરી ધારદાર દાંતોથી પ્રભુનું શરીર ખતરાવી ઉપર મૂત્ર છંટાવ્યું. પ્રભુને ધ્યાનચૂત કરવા માટે આટલી ભયંકર કેટીએ પહોંચે છતાં સંગમનું કંઈ વળ્યું નહિ. આથી વધૂ ચીડાઈને હાથીનું રૂપ લઈ પ્રભુને આકાશમાં ઉછાળ્યા. નીચે પડતાં પ્રભુને ઝીલી મેટા મુશળ જેવી સુંઢથી તેમના શરીરને કચ્ચરી નાખ્યું. તે ચે પ્રભુ ધ્યાનમાં અડેલ રહ્યા. આ જોઈ ભાન ભૂલેલા ભૂત જેવા સંગમે હાથીનું રૂપ લઈ પ્રભુનું આખું શરીર ભેદી નાખ્યું. શરીરજળ(મુત્ર)થી કાળી બળતરા નિપજાવી તે ય પ્રભુ ડગ્યા નહિ. ત્યારે એ અધમ અત્યંત રૌદ્ર એવા પિચાશનું રૂપ લઈ પ્રભુને બિવડાવવા આવ્યા પણ પોતે જ તેલ વગરના દીપકની જેમ અસ્ત થઈ ગયે! જ્યારે પ્રભુ તે ધ્યાનમાં જ મસ્ત રહ્યા. એ જોઈ નિર્દય સંગમે વાઘનું રૂપ લઈ ત્રીશુલ જેવા નખથી પ્રભુના શરીરને ચીરી નાખવાને પ્રયત્ન કર્યો. એમાં પણ ફાવ્યું નહિ ત્યારે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવીનું રૂપ પ્રગટ કરી હૃદયને પીગળાવી નાખે એવા કરૂણ સ્વરે કરાવેલો વિલાપ પ્રભુને ધ્યાનથી ચલાયમાન ન કરી શક્યો ત્યારે દુરાચારી દેવે એક મોટી છાવણ જેવો દેખાવ પ્રગટ કર્યો. એમાં હજારો મનુષ્ય હરફર કરતાં દુષ્યમાન કર્યા. રસોયાને રઈ કરવા માટે પત્થર ન મળતાં પ્રભુના ચરણને ચૂલ બનાવી કાષ્ટ સળગાવી તેના પર ભાત રાંધવા મૂક્યા. એક ક્ષણમાં અગ્નિ એટલે બધે વધી ગયે કે એની જ્વાલાઓથી પ્રભુના ચરણ તે દાઝી ગયા પણ એને તીવ્ર તાપ આખા શરીરને બાળવા લાગ્યા. પણ એથી પ્રભુની ધયાન દીતિ વધુ પ્રજવલિત બની. આ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org