________________
----
નામ
--
-
-
-
---
ધ્યાનની પરાકાષ્ટા
[ ૨૦૭ ] બેલત સંગમ પગ પછાડતો ઊભે થયે અને પ્રભુને ચલિત કરવા ચાલતે થયો ! સંગમના આવા સ્વચ્છ દીપણાથી અને ઈન્દ્ર સામે અવિનયભર્યા વચનેથી દેવસભામાં સન્નાટે છવાઈ ગયે. હવે શું થશે એવા ભયથી બધા દેવે ભયભીત બની ભી ગયા. ઈન્દ્ર ધાર્યું હેત તો સંગમની શું તાકાત હતી કે પ્રભુને પરાસ્ત કરવા જઈ શકે ? પણ તેને અટકાવવા જતાં એને ઉલટી અસર થાય કે પ્રભુ પિતાની શક્તિથી નહિ પણ દૈવી સહાયથી તપ અને ધ્યાનમાં સ્થિર રહી શકે છે. આમ વિચારી ઈન્દ્ર મનમાં સમસમીને મૌન રહ્યા. મારા લીધે જ આ અધમ દેવ પ્રભુને કદર્થના કરશે એ વિચારથી તેમનું હૃદય કંપી ઉઠ્યું. ભારે દુઃખથી સંગમને જતો જોઈ રહ્યા. “હું એ સાધુને ધ્યાનથી ભ્રષ્ટ કરીશ જ” એવી પ્રતિજ્ઞા સાથે પોતાની રૌદ્ર આકૃતિથી દેવદેવીઓને બીવડાવતે ત્યાંથી ઉડ્યો અને પળવારમાં પ્રભુ પાસે પહોંચી ગ. પિલાસ ચૈત્યમાં એક શીલા પર સૌમ્ય મુદ્રાએ ધ્યાન ધરતાં પ્રભુને નિશ્ચલ જેઈ સંગમને અત્યંત દ્વેષ ઉત્પન્ન થયે. અને પ્રભુને ધ્યાનથી ચલિત કરવા તેણે જોરદાર પ્રયત્ન આદર્યા.
સૌ પ્રથમ તેણે પ્રભુ ઉપર ધૂળનો વરસાદ વરસાવી પ્રભુના અંગે અંગ ધૂળથી ભરી દીધા. આંખ, કાન, નાક વગેરે એવા પૂળથી પુરાઈ ગયા કે જેવા, સાંભળવા, અને શ્વાસ લેવા માટે પ્રભુએ ભારે મુશ્કેલી અનુભવી. તે પણ ધ્યાનથી લેશમાત્ર ડગ્યા નહિ. પછી કીડીઓ વિકુવી પ્રભુનું અંગે અંગ વીંધી નાખ્યું. ડાંસ વિકુવી તીવ્ર ડંખ દીધા. ઘીમે પ્રગટ કરી પીડા ઉપજાવી, ભયંકર વીંછીના ડંખ દેવરાવ્યા, નળીયા પ્રગટ કરી પ્રભુનું શરીર વિલેડી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org