________________
[ ૨૦૬ ]
શ્રી મહાવીર જીવનત “અહા....! આ અવનિ પર મહાવીરનો મહીમા અદ્ભુત છે. એમની શકિત અનુપમ છે. એમની એકાગ્રતા અજબ કોટીની છે. મનુષ્ય તે ઘણા જોયા પણ મહાવીર જે કેઈ નહિ ! અહા, શું એમની એકાગ્રતા ! એક માત્ર રૂક્ષ પદાર્થ પર સ્થિર નયને ધ્યાન ધરી રહેલા પ્રભુને મનષ્ય તો શું પણ દેવે જેવા દે પણ ચલાયમાન કરી શકે એમ નથી! અહા..ધન્ય છે મહાવીરને....! ત્રિકાળ વંદન હો એ મહાવીરને ! ” ઈન્દ્ર ગદ્ગદ્ વાણથી પ્રભુની કલાઘા કરતા રહ્યા..એ પ્રભુની પ્રશંસા સમસ્ત દેવસભાને પુલક્તિ બનાવી ગઈ. આનંદ અને આશ્ચર્યભર્યા ભાવે સભા ઝુલવા લાગી. પરંતુ નયનતેજને મહાત કરવામાં કશું સરખો સંગમ નામને કઈ ભારે કમી અને મહામિથ્યાત્વી અભવ્ય દેવ પ્રભુની પ્રશંસા સહન કરી શક્યો નહિ. એ લાઘા તેને અંગારા જેવી લાગી. ક્રોધથી લાળ બનેલે એ સંગમદેવ ઇન્દ્ર સામે તાડુકી ઉઠ્યોઃ “અરે ઈ ! તમને તો જેના તેના ગુણે ગાવાની ટેવ પડી છે. એક મનુષ્ય અને તેમાં આટલી તાકાત? કે એને દેવતાઓ પણ ચલાયમાન ન કરી શકે? આ પ્રશંસામાં તે આપણા દેવત્વનું અપમાન છે ! જે દેવે અસંખ્ય પર્વતે સહિત આખી પૃથ્વીને હથેળીમાં નચાવી શકે છે! જે દેવે નિષ્કપ એવા મેરૂપર્વતને ઉખેડીને ફેંકી દેવા શક્તિશાળી છે ! જે દેવે સમુદ્રના પાણીને એક કેગળામાં પી જવાનું સામર્થ્ય ધરાવે છે ! આવા શક્તિશાળી દે એક સાધુ માત્રને ધ્યાનથી ચલિત ન કરી શકે એવા તમારા વચનો એક મનુષ્ય પ્રત્યેનો તમારે પક્ષપાત જ બતાવે છે. દેવત્વનું આવું ભયંકર અપમાન હું હરગીઝ સહન નહિ કરી શકું! હમણું જ ત્યાં જઈને તમારી પ્રશંસાપાત્ર વ્યક્તિને ધ્યાનથી ચલાયમાન કરી આવીશ.” આમ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org