________________
ધ્યાનની પરાકાષ્ટા
[ ૨૦૫] દાસીએ પ્રભુને જયા અને પૂછ્યું: “આ અન્ન આપને જોઈએ છે? ” પ્રભુએ હાથ લાંબા કરતાં બહુમાનભકિતપૂર્વક દાસીએ પ્રભુનું કરપાત્ર વધેલા અન્નથી ભરી દીધું. આ શુભ કાર્યથી પ્રસન્ન થયેલા દેએ વસુધારા વગેરે પંચદિવ્યે પ્રગટ કર્યા અને જય જયારવ ગાજી ઉઠ્યો. આ ગરવથી ઘણા લોકો એકત્ર થઈ ગયા. આનંદ ગૃહસ્થ આ હકિકતથી ખુશ ખુશ થઈ ગયે અને પ્રભુને પારણું કરાવનાર બહલા દાસીને દાસત્વથી મુક્ત કરી. લોકો આનંદ ગૃહસ્થની અને દાસીને ભાગ્યની પ્રશંસા કરતાં વિખરાઇ ગયા.
પ્રભુ પ્લેચ્છ લેકથી ભરપુર એવી દઢ ભૂમિમાં પધાર્યા. ત્યાં પેઢાલ ઉદ્યાનના પોલાસ ચૈત્યમાં અઠ્ઠમ તપ સ્વીકારી પિતાના દેહથી કેઈને પણ પીડા ન થાય એ રીતે ઊભા રહી જાનુ પર્યત ભૂજ લંબાવી ચિત્તની સ્થિરતાપૂર્વક અનિમેષ નયને કઈ રૂક્ષ પુછાલ પર ધ્યાન કેન્દ્રિત કરી ધ્યાન દશાની પરાકાષ્ટાએ પહોંચવા માટે પ્રભુ એક રાત્રિની મહાપ્રતિમા વહન કરી મહાધ્યાનમાં લીન બન્યા.
તે સમયે પ્રથમ દેવલોકમાં સૌધર્મેન્દ્ર શુકસિંહાસન પર બિરાજમાન હતા. અનેક દેથી પરિવૃત્ત સુધર્મસભામાં નાટક, ગીત, વગેરે આનંદ પ્રમોદ ચાલી રહ્યો હતો. તેવામાં ઈન્દ્રને ઉપગ પલાસ ચૈત્યમાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં આરૂઢ થયેલા પ્રભુ પ્રત્યે ખેંચાયે. પ્રભુની એકાગ્રતાથી ચમત્કૃત થયેલા ઈન્દ્ર સિંહાસન પરથી નીચે ઉતરી પાદુકાને દૂર કરી શકસ્તવથી પ્રભુની સ્તવના કરી અંતરના ઊલ્લાસથી પ્રભુને વંદન કર્યા. પ્રભની ધ્યાન પરાકાષ્ટા જોઈ ઈદ્રના રોમાંચ ખડા થઇ ગયા અને મુખમાંથી સહસા પ્રશંસાના પુષ્પ વેરાવા લાગ્યા.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org