________________
[ ૨૦૪]
શ્રી મહાવીર જીવન સમયમાં જ આપ કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે.” આમ કહી પુનઃ વંદન કરતે આનંદ પોતાના સ્થાને ગયે. - પ્રભુ શ્રાવસ્તિ નગરીએ પધાર્યા. ચઉમાસી તપ સ્વીકારી યેગસાધનાની વિવિધ પ્રકારની ક્રિયાઓ કરી દીક્ષા જીવનનું દશમું ચાતુર્માસ પૂર્ણ કર્યું. નગર બહાર પારણું કરી પ્રભુ સાનુયષ્ટિક ગામે પધાર્યા. ત્યાં સોળ ઉપવાસની પ્રતિજ્ઞા કરી ભદ્ર પ્રતિમા, મહાભદ્ર પ્રતિમા, અને સર્વતે ભદ્ર પ્રતિમા વહન કરી, તેનો વિધિ એ છે કે ચેવિહારી છરૃ કરી દિવસે પૂર્વાભિમુખે અને રાત્રિએ દક્ષિણ દિશામાં, બીજા દિવસે સવારે પશ્ચિમ દિશામાં અને રાત્રિએ ઉત્તર દિશામાં એમ એક એક દિશામાં બાર બાર કલાક એટલે ચાર પ્રહાર સુધી અનિમેષ દૃષ્ટિએ અચિત્ત પુગલ પર ધ્યાન કેન્દ્રિત કરી તત્ત્વની ચિંતવના કરવાની હોય છે. પ્રભુએ એ ભદ્રપ્રતિમામાં સફળતા મેળવી પારણું કર્યા સિવાય ચારે દિશાઓમાં
વીશ કલાક એટલે આઠ પ્રહર સુધી કમપૂર્વક કઈ પણ પદાર્થ પર ધ્યાન ધરતાં પ્રભુ નિષ્કપભાવથી એમાં પણ સફળ થયા. એ ચાર દિવસની મહાભદ્ર પ્રતિમા પૂર્ણ કરી પ્રભુ સર્વતોભદ્ર પ્રતિમા સ્વીકાર કરી દશ ઊપવાસનો નિયમ કર્યો. એમાં વીશ કલાકના શુભ ધ્યાનપૂર્વક ચાર દિશા ચાર વિદિશા ઉર્ધ્વ દિશા અને અદિશા એમ દશે દિશાઓ સન્મુખ તત્ત્વ ચિંતવના કરતાં પ્રભુએ એ પ્રતિમા નિર્વિને સમાપ્ત કરી. આવી રીતે ચેવિહાર સેળ ઊપવાસ કરી અતિ કઠિન સાધનામાં પણ મન વચન કાયાની એકાગ્રતાપૂર્વક પ્રભુએ વિજય મેળવ્યો. તપ પૂર્ણ થતાં પારણુ માટે પ્રભુ આનંદ નામના ચહસ્થના ઘેર પધાર્યા. મધ્યાહ્ન સમય વીતી ગયો હોવાથી ભોજન કર્યા પછી વધેલું અન ફેંકવાની તૈયારી કરતી બહુલા નામની
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org