________________
૨૦. ધ્યાનની પરાકાષ્ટા
સિદ્ધાર્થ પુરથી પ્રભુ વૈશાલી પધાર્યા. નગરીની બહાર કાયેત્સર્ગ ધ્યાને રહેલા પ્રભુને ત્યાં રમતા બાળકે સતાવવા લાગ્યા. સિદ્ધાર્થ રાજાને મિત્ર શંખરાજા અકસ્માત કે કાર્ય પ્રસંગે ત્યાં આવી પહોંચતાં બાળકોને ધમકાવી દૂર કર્યા અને પ્રભુને સુખશાતા પૂછી વંદન કર્યા. ત્યાંથી વાણિ
જ્ય ગ્રામ તરફ જતાં નાવમાં બેસીને પાર કરી ગંડકી નદીના કિનારે ઉતરતાં પ્રભુને ભાડા માટે નાવિકે અટકાવ્યા. એ સમયે શંખરાજાને ભાણેજ ચિત્ર નૌકાસૈન્ય સાથે ત્યાંથી પસાર થતાં પ્રભુને ઓળખીને બહુમાનપૂર્વક વંદન કર્યા. નાવિકને પણ પ્રભુની ઓળખાણ કરાવતાં તેણે પ્રભુની ક્ષમા માગી. વાણિજ્યગ્રામ પહોંચી ગામ બહાર પ્રભુ કાર્યોત્સર્ગ. ધ્યાનમાં રહ્યા. એ ગામમાં એ શ્રમણોપાસક આનંદ નામને ગૃહસ્થ રહેતે હતો. નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠ કરી આતાપનાપૂર્વક ઉગ્ર તપસ્યા કરતાં તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. પ્રભુને પધારેલા જાણી આનંદે પ્રભુ પાસે જઈ વંદન કર્યો અને કહ્યું. “પ્રભુ! આપ કઠિન મનથી અનેક આકરા પરિષહ અને ઉપસર્ગો સમતાભાવે સહન કરે છે. આથી આપના ઘણા કર્મો નિજરિત થઈ ગયા છે. હવે થેડા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org