________________
મહાવીરને મળ્યો ગોશાળે
[ ૧૯ ] ગામલેકેએ તેને ખૂબ માર્યો. એવી જ રીતે મર્દનગામમાં બળદેવના મંદિરમાં પણ તેણે માર ખાધો. આવી રીતે ઠેકાણે ઠેકાણે માર ખાતે ગશાળે પ્રભુને પ્રેમાળ અને નિર્દોષ સંગ મળ્યું હોવા છતાં પોતાને અવળચંડે સ્વભાવ જરા ય સુધારી શક્યો નહિ
પ્રભુ લેતાર્ગલ ગામે પધારતાં ચરપુરષની શંકાથી રાજપુરુષ શાળા સહિત પ્રભુને પકડી ત્યાંના રાજા પાસે લઈ ગયા. ત્યાં કેઈ કાર્ય પ્રસંગે ઉપસ્થિત ઉત્પલ નિમિત્તિયાએ પ્રભુને ઓળખ્યા અને રાજા વગેરે દરેકને પ્રભુનો પરિચય આપે. આથી શરમાઇને રાજાએ પ્રભુને પ્રીતિ પૂર્વક સત્કાર કરી ભાવપૂર્વક વંદન કર્યા. પુરિમતાલ નગરીએ પધારેલા પ્રભુને ઇશાનેન્દ્ર વંદન કરવા આવ્યા. એ ઇશાનેન્દ્ર પાસેથી પરિચય મેળવી શ્રી મલ્લિનાથ પ્રભુના ભક્ત વાગુર શેઠે પ્રભુને ઘણું જ ભાવપૂર્વક વંદન કર્યા. ત્યાંથી ઉષ્ણક ગામે પધારતાં નવા પરણેલા વિકૃત રૂપવાળા વરવધૂને જોઈ મશ્કરી કરતાં શાળાને મેથીપાક જમવા મળ્યો. તો પણ ચપળતા ન છોડતાં એ લોકોએ તેને મયૂરબંધથી બાંધીને વાંસની જાળમાં ફેંકી દીધે ! પ્રભુને જોઈ તેના પર દયા આવવાથી પ્રભુને સેવક જાણું છેડી મુક્યો. ત્યાંથી પ્રભુ ભૂમિમાં પધારતાં ત્યાં પણ વાણીની ચપળતાથી શેવાળીયાઓએ ગોશાળાને બાંધ્યે અને દયાથી છેડી મૂક્યો. પ્રભુ રાજગૃહ નગરીમાં પધાર્યા અને ચૌમાસી તપ સ્વીકારી દીક્ષા જીવનનું આઠમું ચાતુર્માસ ધર્મધ્યાનપૂર્વક પસાર કર્યું. અંતે નગરીની બહાર પારણું કરી હજી ઘણું કર્મો નિર્જરવાના બાકી હોવાથી કોની પરંપરાને નેતરતાં પ્રભુ ગોશાળા સહિત વજભૂમિ, શુદ્ધભૂમિ અને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org