________________
મહાવીરને મળ્યો ગશાળે
[ ૧૫ ] સહિત પ્રભુને આવતાં જોયા. અને પરિચય માંગતાં પ્રભુ તે મૌન જ હતા તેમ ગોશાળાએ પણ કંઈ જવાબ ન આપે. એટલે એ બન્નેને ચેર માની પકડ્યા અને બાંધીને મેઘ પાસે મેકલી આપ્યા. મેઘ પ્રભુને પૂર્વ પરિચિત હોવાથી પ્રભુને ઓળખી લીધા. ચરણમાં નમસ્કાર કરી પોતાના ભાઈના અપરાધની ક્ષમા માગી.
જ્ઞાનના ઉપગથી હજી ઘણું અશુભ કર્મો ભોગવવાના બાકી જાણું એ કર્મોને નિર્જરવા પ્રભુએ અનાય એવા લાટ દેશ તરફ વિહાર કર્યો. અનાર્ય દેશના અજ્ઞાની લોકોએ એ બનેને મુંડિત અને નગ્ન દેખી ઘણી રીતે સંતાપ્યા. પ્રભુએ એ સઘળી વેદના સમતાભાવથી સહન કરી ઘણા કર્મોની નિર્જ કરી. જ્યારે ગોશાળાએ આધ્યાનથી કમ બાંધ્યા. ત્યાંથી પાછા ફરતાં આર્ય ભૂમિમાં પ્રવેશ કરતાં સામે આવતાં બે ચારે પ્રભુને જેઈ અપશુકન બુદ્ધિથી તરવાર લઈ મારવા દોડ્યા. તે વખતે હાલમાં પ્રભુ ક્યાં વિચરતા હશે એ જાણવા માટે ઉપગ આપતાં સૌધર્મેન આ દશ્ય જોયું. તરત જ ત્યાં આવી ચેરેને ધમકાવી પ્રભુને નમસ્કાર કર્યા. ત્યાંથી પ્રભુ ભદ્દિલપુરે પધાર્યા અને ચૌમાસી તપને સ્વીકાર કરી અનેક પ્રકારે ધ્યાનના આસનોથી પાંચમું ચાતુર્માસ પસાર કર્યું. નગરીની બહાર ચૌમાસી તપનું પારણું કરી કદલી સમાગમ નામના ગામમાં અનુક્રમે પધાર્યા. ત્યાં ચાલતાં સદાવ્રતમાં ભિક્ષા માટે ગયેલા ગોશાળાએ અકરાંતીયા બનીને ખૂબ ખાધું. છતાં ખાવાનું માગતો જ રહ્યો ! આથી ચીડાયેલા માણસે ભજનનો થાળ તેના માથામાં માર્યો. શાળે માથું અને પેટ પંપાળતો. પ્રભુ પાસે આવ્યો. જંબુખંડ ગામે પધારતાં ખાઉધરે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org