________________
[ ૧૯૨ ].
શ્રી મહાવીર જીવનત બીજા દિવસે પ્રભુ મેરાકગામે પધાર્યા. ત્યાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેલા પ્રભુને અને શાળાને ચરપુરુષની શંકાથી આરક્ષક પુરુષોએ પકડ્યા અને બન્નેને મજબુત બાંધીને કુવામાં નાખી ઘડાની જેમ વારંવાર પાણીમાં ઝબળતા ઉંચા નીચા કરવા લાગ્યા. તે વખતે ત્યાં આવેલા ઉત્પલ નિમિત્તિયાની પાર્શ્વનાથ પ્રભુની મા અને જયંતી નામની બે ઉત્તમ સાધ્વીઓએ આ વૃતાંત સાંભળ્યો. ત્યાં આવી પ્રભુને ઓળખીને આરક્ષકોને કહ્યું: “અરે આ સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી વર્ધમાનપ્રભુ છે. તેમને તમે ઓળખતા નથી ?” સાધ્વીના વચનથી ભય પામતા આરક્ષકોએ બન્નેને બંધનથી છુટા કર્યા અને અવિનય અપરાધની ક્ષમા માગી, પણ પ્રભુને ક્યાં રોષ કે તેષ હતું?
સર્વ પ્રત્યે સમભાવી પ્રભુ ત્યાં કેટલાક સમય પસાર કરી વિચરતાં વિચરતાં દીક્ષા જીવનના ચતુર્થ ચાતુર્માસના સમયે પૃષ્ણ ચંપાનગરીમાં પધાર્યા. અને ચાર માસના ઉપવાસ સ્વીકારી વિવિધ પ્રકારે પ્રતિમા ધરતાં ચાતુર્માસ પૂર્ણ કર્યું. ગામ બહાર ચૌમાસી તપનું પારણું કરી પ્રભુ એ ગશાળા સહિત કૃતમંગળા નગરીમાં પધાર્યા. ત્યાં એક મંદિરમાં પ્રભુ પ્રતિમા ધરીને રહ્યા.
- તે રાત્રિએ કઈ ધાર્મિક ઉત્સવના કારણે દરિદ્ર સ્થવિર જાતિના ઘણું સ્ત્રી પુરુષે એ મંદિરમાં રાત્રિ જાગરણ માટે આવ્યા અને સ્ત્રી પુરુષ સાથે મળી વાછત્ર વગાડતા નાચગાન કરવા લાગ્યા. આ અવાજ અને ઘોંઘાટથી શાળ પરેશાન થઈ ગયો અને પોતાના સ્વભાવ મુજબ જેમ તેમ બબડવા લાગ્યું. તેથી કેટલાક જુવાન એને મારવા ઊભા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org