________________
-
-
-
-
-
-
-
-
-
મહાવીરને મળ્યો ગશાળે
[ ૧૯૧ ] બળી જવાનો શ્રાપ આપી પાછા ફરી પ્રભુ પાસે આવી તેણે સઘળી હકિક્ત નિવેદન કરી, ત્યારે સિદ્ધાર્થે તેને ધમકાવતાં કહ્યું. “અરે મૂઢ! એ તે ત્રેવીશમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચારિત્રશીલ સાધુએ છે, તારે શાપ તેમને કોઈ અસર નહિ કરી શકે.”
રાત્રે જિનકલ્પની તુલના કરતાં પ્રતિમા ધરીને રહેલા મુનિચંદ્રાચાર્યને મદિરાપાનથી ઉન્મત્ત થયેલા કુપનય કુંભારે ચેરની બુદ્ધિથી નીચે પછાડી ગળું દબાવ્યું. તો પણ એ આચાર્ય ધ્યાનથી ચલિત ન થતાં તેમને તત્કાળ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું અને સમભાવથી મરણત વેદનાને સહન કરી કાળધર્મ પામી દેવલોકે ગયા. તેમના પુન્યપ્રભાવથી આકર્ષિત થયેલા દેવ મૃત્યુ મહત્સવ ઉજવવા આવ્યા. આકાશમાગે વીજળીની જેમ ચમકારા કરતા દેવાના આવાગમનથી સળગતાં અગ્નિની કલ્પના કરી
શાળે બેઃ “જુઓ જુઓ, આ તમારા શત્રુઓનો ઉપાશ્રય મળે છે ! સિદ્ધાથે કહ્યું. “અરે, તું એમ ન બેલ, એ આચાર્ય તે શુભ ધ્યાનથી સ્વર્ગે ગયા છે, તેને મહત્સવ કરવા દે આવે છે.” નિર્ણય કરવા શાળ ત્યાં પહોંચે ત્યારે દેવે ચાલ્યા ગયા હતા, પણ તેમણે કરેલી પુષ્પ અને ગધદકની વૃષ્ટિથી ચારે બાજુ સૌરભમય વાતાવરણ છવાયેલું જોઇ શાળાને આનંદ થયે. પછી ઉપાશ્રયમાં સુતેલા તેમના શિષ્યોને આક્રોશ વચનથી જગાડ્યા અને બેઃ “ અરે તમે અઘારીની માફક ઉઘે છે પણ તમારા ગુરુ તે સ્વર્ગે સીધાવી ગયા. ગોશાળાના આવા વચનોથી ક્ષેભ પામેલા મુનિએ સૂરિનું સ્વર્ગગમન જાણી ઘણે ખેદ પામ્યા અને આત્મનિંદા કરવા લાગ્યા. સ્વચ્છેદી ગશાળે જેમ તેમ બેલતે પાછો ફર્યો.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org