________________
મહાવીરને મળે શાળ
[ ૧૮ ] તરીકે સ્વીકારે. આજથી હું આપની સાથે જ રહીશ. જ્યાં આપ ત્યાં હું, હવે મને કદી આપ છેહ ન દેશે.” ગશાળાના વચન સાંભળી પ્રભુએ તેનો વિરોધ ન કર્યો તેથી પોતાની સ્વીકૃતિ માની ગોશાળ પ્રભુ સાથે જ વિચરતો ભિક્ષાવૃત્તિ કરવા લાગ્યો હતો.
ગશાળાને પ્રભુને પારસમણિ જે સહવાસ મળ્યો છતાં પિતાના સ્વછંદી, કૌતુકી અને લાલચુ સ્વભાવને છોડી ન શક્યો. કોલાક સંનિવેશથી વિહાર કરી સ્વણુંખલ નામના સ્થાન તરફ જતાં માર્ગમાં કેટલાક ગાવાળાને ખીર રાંધતા જોઈ ગાશાળાની સુધાવૃત્તિ સળવળી ઊઠી. તેણે પ્રભુને ભોજન કરી આગળ ચાલવાની વાત કરી. સિદ્ધાર્થે પ્રભુમુખથી કહ્યું: “એ ખીર પાકશે નહિ. રાંધવાનું પાત્ર અધવચ્ચે ભાંગી જશે.” શાળાએ ચેતાવતાં એવાળાએ ખીરની હાંડલીનું રક્ષણ કરવા શક્ય પ્રયત્નો કર્યા પણ ચોખા વધુ પ્રમાણમાં હોવાથી જ્યારે કુલ્યા ત્યારે ફટ કરતી હાંડલી કુટી ગઈ. નીચે ઢળાયેલી ખીર ગોવાળે ખાઈ ગયા પણ ગોશાળાને ભૂખ્યા રહેવું પડ્યું..! આ હકીકતથી તેણે જે થવાનું હોય તે કદિ મિથ્યા થતું નથી, એ વાતને મજબુત બનાવી.
પ્રભુ બ્રાહ્મણ નામના ગામમાં પધારતાં ત્યાં નંદ અને ઉપનંદ નામના બે ભાઈઓના પાળા હતા. પ્રભુ છડૂના પારણે નંદના ઘેર ગૌચરી માટે પધારતાં નંદે પ્રભુને દહીં ભાતના કરંબાથી પ્રતિલાલ્યા. અને દેવોએ પંચદિવ્ય પ્રગટ કર્યા. જ્યારે ગોશાળ ઉપનંદના ઘેર ભિક્ષા લેવા જતાં ઉપનંદે દાસી પાસે અપાવેલ વાસી અન્ન ન લેતાં ખીજાઇને ઉપનદે દાસી પાસે તેના માથા પર એ વાસી અન્ન નખાવ્યું. આથી ક્રોધે ભરાયેલા શાળાએ પ્રભુના નામે “તમારૂં
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org