________________
મહાવીરને મળે ગશાળે
[ ૧૮૭] પૂર્વક અને સમ્યફ પ્રકારની જનવિધિપૂર્વક વિજય શેઠે પ્રભુને પ્રતિલાલ્યા. આકાશમાં દેવદુંદુભીની ગર્જના સાથે દેવતાઓએ વિજય શેઠના ઘરમાં સાડીબાર કેટી સોનૈયાની વૃષ્ટિપૂર્વક પંચદિવ્ય પ્રગટ કર્યા. આ ચમત્કારી હકીકત ગશાળાના સાંભળવામાં આવી. ચિત્તમાં ચમત્કૃત થયેલા ગશાળાને થયું કે આ મુનિ કેઈ સામાન્ય નથી. “એમને અન્ન આપનારનું ઘર સમૃદ્ધિથી છલકાઈ જાય છે.” માટે હું પણ આ ચિત્રપટનું પાખંડ છેડી તેમને શિષ્ય બની જઉં તો મારી પણ સઘળી ઉપાધી ટળી જાય. આવા મહા પ્રભાવિક ગુરુને છેડવા જેવા નથી. પ્રભુ જ્યારે પારણું કરી પાછા ફર્યા, ત્યારે ગોશાળ સામે જઈ પ્રભુના ચરણમાં નમીને બેત્યેઃ “સ્વામી! મને આપના શિષ્ય તરીકે સ્વીકારે.” પણ પ્રભુ મૌન રહેતાં હોવાથી કંઈ જવાબ ન આપે. તે શાળે પોતાને પ્રભુને શિષ્ય માનતે પ્રભુ સમીપે રહેવા લાગ્યું.
બીજું માસક્ષમણ પૂર્ણ થતાં પારણે વહેરવા નીકળેલા પ્રભુને આનંદ નામના ગૃહસ્થ ઉત્તમ ખાદ્ય વસ્તુઓથી પ્રતિલાલ્યા. ત્રીજા માસક્ષમણના પારણે સુનંદ નામના ગૃહસ્થ સર્વકામ ગુણ “નામના આહારથી પ્રતિલાલ્યા. બન્નેન. ઘેર દેએ પંચદિ પ્રગટ કર્યા. સારાય રાજગૃહ નગરમાં ઘેર ઘેર પ્રભુના ગુણગાન થવા લાગ્યા. એમ કરતાં કાતિકી પૂર્ણિમા આવી. તે દિવસે શાળાએ પરીક્ષા કરવાના હેતુથી પ્રભુને પુછયું: “સ્વામી! આજે મહોત્સવનો દિવસ છે. ઘેર ઘેર મીઠા ભેજન રંધાય છે. તે મને આજે શેની ભિક્ષા મળશે?” સિદ્ધાર્થ વ્યંતરે કહ્યુ “આજે તને કેદ્રવ કરનું ખાટું ભજન અને દક્ષિણામાં ખેટ રૂપીયે મળશે.”
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org