________________
૧૯ મહાવીરને મળે ગશાળે
એ વર્ષનું ચાતુર્માસ નજીક આવતાં પ્રભુ વિચરતાં વિચરતાં અનુક્રમે રાજગૃહ નગરમાં પધાર્યા. અને એ નગરના નાલંદા નામના વિભાગમાં કઈ વણકરની વિશાળ શાળામાં વસતીની યાચના કરી. વર્ષાકાલ પસાર કરવા માટે એક મહિનાને ઉપવાસ સ્વીકારી એ શાળાના એક ભાગમાં બિરાજમાન થયા.
એ સમયે મુંબલી નામના કેઈ ચિત્રકારને ભદ્રા નામની સ્ત્રીથી ગૌશાળામાં જન્મ પામેલે ગોશાળે નામને સ્વછંદી એક પુત્ર હતો. યુવાવસ્થામાં આવતાં તેણે પિતાને ધંધે શીખી લીધો. એક વખત પિતાના સ્વભાવ મુજબ પિતા સાથે ઝગડે કરી હાથમાં ચિત્રપટ લઈ સ્વછંદપણે ફરતા ફરતા એ શાળા રાજગૃહનગરમાં આવ્યું. ભિક્ષાવૃત્તિથી આજીવિકા ચલાવત એ જ વણકરની શાળામાં આસન જમાવીને રહ્યો.
મૌનપણે ધ્યાનસ્થ અવસ્થામાં સમય પસાર કરતાં પ્રભુનું પ્રથમ માસક્ષમણ તપ પૂર્ણ થયું, ત્યારે પારણું માટે પધારેલા પ્રભુના કરપાત્રમાં વિશિષ્ટ પ્રકારની ભકિત
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org