________________
[ ૧૮૪]
શ્રી મહાવીર જીવનત ગયે ! “ઓહ...આ પ્રભુ કેટલા ગંભીર છે, આવા ઇન્દ્ર તેમના સેવક છતાં એની એ જ ધ્યાનદશામાં મગ્ન ઊભા છે. નથી ઇન્દ્ર મહારાજ સામું જોતાં, નથી મારા સામું. ઈન્દ્ર ભક્તિથી વંદન કર્યા તે ય નહિ પ્રસન્નતા! મેં તેમને ભિખારી માની અવગણ્યા તે ય નથી વિકળતા ! મેં બેટા વિકપ કરી આ મહાપુરુષની હેલના કરી. મારા અજ્ઞાનને ધિક્કાર છે. આમ વિચારતે પુષ્પક નિમિત્તજ્ઞ પ્રભુના ચરણમાં આળેટી પડ્યો. પિતાના માનસિક અપરાધની ક્ષમા માગી. પ્રભુના દર્શનથી પુષ્પકની ભાગ્યરેખા ખીલી ઊઠી. ઈન્દ્ર મહારાજે તેને ઈચ્છિત ફળ આપ્યું. એ નિમિત્તજ્ઞ હર્ષ પુલક્તિ તે સ્વસ્થાને વિદાય થયા. ઈન્દ્ર મહારાજ પણ પ્રભુને પુનઃ પુનઃ પ્રણામ કરતાં દેવલોકમાં પાછા ફર્યા.
આ રીતે પ્રભુ જ્યાં પધારતાં ત્યાં શાંતિનું સામ્રાજ્ય પથરાઈ જતું. તેમના અમેઘ દર્શનથી અનેક ભવ્યાત્માઓની ભાગ્યરેખા ખીલી ઊઠતી...“પ્રભુના પૂનિત દર્શનથી એમ બ્રાહ્મણને દેવી વસ મળ્યું. પ્રભુના દિવ્ય દર્શનથી ભયંકર દૃષ્ટિવિષ સર્પ આઠમા સહસાર દેવલોક પહોંચે. નાગસેનના ભાગ્ય ખુલી ગયા. ગંગાનદી પાર કરતાં મુસાફરે પ્રભુદર્શનના પ્રતાપે મરણુભયથી ઉગરી ગયા, અને પુષ્યનિમિત્તક પ્રભુના ભવ્ય દશાગે ભાગ્યશાળી બની ગયે. ઈન્દ્ર મહારાજે તેને અઢળક ધન આપ્યું.” હજી છદ્રસ્થ અવસ્થામાં વિચરતા હોવા છતાં પ્રભુ મહાવીરના સાન્નિધ્યમાં આવનાર વ્યકિત તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત બની જતી. પણ પ્રભુ તે પિતાની સાધનામાં જ મસ્ત રહેતા. દુનીયાની આળપંપાળથી દૂર રહેતાં કોઈ નમસ્કાર કરે તે હર્ષ નહિ, કેઈ તિરસ્કાર કરે તે વિષાદ નહિ, એમનું દીક્ષા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org