________________
અને ભાગ્યરેખા ખીલી ઉઠી
[ ૧૮૩ ] તેના શંકાશીલ વિચારેને દૂર કરવા મોટી સમૃદ્ધિથી ઇન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યા. ભાવ ભકિતપૂર્વક પ્રભુના ચરણની અર્ચના કરી ઇન્દુ પુષ્પકને કહ્યું: “ભાઈ ! સામૂદ્રિક શાસ્ત્રોમાં આલેખાયેલું લક્ષણેનું જ્ઞાન તદન સાચું છે. એ શાસ્ત્રમાં બતાવેલા એક હજાર ને આઠ ઉત્તમોત્તમ શુભ લક્ષણેને ધારણ કરનાર સિદ્ધાર્થ રાજાના સુપુત્ર શ્રી વર્ધમાનકુમાર ચિવશમાં તીર્થકરપદની સાધના કરવા માટે રાજસંપત્તિને છેડી ધર્મચકી બનવા માટે ચારિત્રધર્મ અંગીકાર કરી અનેક કષ્ટને સહેતાં વિચરે છે. આ મહા વિભૂતિના બાહ્ય લક્ષણે જ તે જોયા. પણ તેમના આંતરિક લક્ષણો હજી જાણ્યા નથી. જે સાંભળ, આ પ્રભુના શરીરના લેહી અને માંસ દૂધ જેવા ઉજ્વળ છે. તેમના શ્વાસોશ્વાસ સુગંધમય છે. શરીર તદન નિગી અને પરસેવાથી રહિત છે. તેઓ થોડા સમયમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તીર્થંકરની અનુપમ લક્ષ્મીના સ્વામી બની ત્રણે લેકના ભવિ આત્મા એના સાચા ઉદ્ધારક બનશે. આવા મહા પુરુષનું દર્શન કદાપિ નિષ્ફળ હોય જ નહિ. આજથી હવે તું ખોટી રીતે શંકાના વમળમાં તણાઈશ નહિ. શાસ્ત્રો સાચા છે. તેમાં બતાવેલું જ્ઞાન સાચું છે. તું જરા પણ ખેદ કરીશ નહિ. તારા મહા ભાગ્યને યોગ સમાજ કે આવા પવિત્ર પુરુષ શ્રી મહાવીર સ્વામીના દર્શન કરવાનો તને સમય મળે, આજથી તારા સર્વ કષ્ટ શમી જશે. આ પરમાત્માની કૃપાથી તારી સઘળી ઈચ્છાઓ હું પૂર્ણ કરીશ. હું સુધર્મ દેવલોકન ઈન્દ્ર છું. આ પ્રભુ તે સાવ નિરાગી છે. તું એમને જેવી તેવી વ્યક્તિ ન સમજતો. એ ત્રણ લેકના નાથ એવી શમા તીર્થકર શ્રી મહાવીર સ્વામી છે”!
પુષ્પક તે પ્રભુનું મહત્ત્વ સાંભળી આભે જ બની
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org