________________ [ 182 ] શ્રી મહાવીર જીવન ચાલતો ગંગાનદીના કિનારે આવેલા સ્કૂણાંક નામના ગામની બહાર અશોકવૃક્ષ નીચે ધ્યાનસ્થ મુદ્રામાં ઊભા રહેલા ભિક્ષુક વેશમાં પ્રભુને જોઈને અટકયો. પ્રભુની કમલ કાયાને નિર્વસ્ત્ર જોઈ પુષ્પક વિચારમાં પડી ગયે. “અહા....આ વ્યક્તિનું દેહમાન સપ્રમાણુ અને સુંદર લક્ષણેથી અંકિત છે.” પ્રભુના દેદિપ્યમાન કાંતિવાળા દેહને બારીકાઈથી જતાં “પ્રભુના હૃદય પર શ્રીવત્સનું લાંછન જોયું. મસ્તક પર મુગુટનું ચિહ્ન જોયું. નાભિમંડળ દક્ષિણાવર્ત, ગંભીર, અને વિસ્તૃત જોયું. ઢીંચણ સમા લાંબાં બાહ, કમલિની પત્ર જેવા નયને, સીધી અને સરલ નાસિકા, વિશાળ કપાળ અને ચમકતા કપલ પ્રદેશ તેમ જ અન્ય શારીરિક અવયવે અને સુંદર લક્ષણે જોઈ ચકિત બની ગયે.” ચિત્તમાં ચકડોળ ભમવા લાગ્યું. " આ પુરુષ પદરેખાથી લોકોત્તર પુરુષ જણાય છે અને શારીરિક લક્ષણે ચક્રવતીરાજાના સૌભાગ્યનું સૂચન કરે છે.” સામૂદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આવા દિવ્ય લક્ષણે ધરાવનાર વ્યકિત ખરેખર મહાન હોવી જોઈએ, પણ અરે.રેઆ તે કોઈ પાદચારી ભમનારે ભિક્ષુક છે. અરે.રે...એ શાસ્ત્રોના અભ્યાસની પાછળ આટલા વર્ષો ફેગટ ગુમાવ્યા. પ્રત્યક્ષ ખોટા દેખાતાં આ બધા જ ગ્રન્થ મારે ગંગાનદીમાં જ પધરાવી આજીવિકા માટે કોઈ અન્ય સાધન મેળવી લેવું.” પપક આમ ખેદપૂર્વક વિચારતે ઊભો છે. તેવામાં તેના ભાગ્યને પ્રથમ દેવલેકના અધિપતિ સૌધર્મેન્દ્રને પ્રભુ ક્યાં બિરાજતા હશે એ જાણવાની જિજ્ઞાસા થતા અવધિજ્ઞાન રૂપ અંતરનેત્રથી પ્રભુને શોધતાં સ્થણાક ગામના પાદરમાં અશોકવૃક્ષ નીચે ધ્યાનસ્થ પ્રભુને જોયા અને તેમની પાસે પૃપક સામુદ્રિકને ખિન્ન અવસ્થામાં ઊભા રહેલે જોઈ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org