________________
[ ૧૮૦ ]
શ્રી મહાવીર જીવનત ચંડકૌશિક સર્ષ ઉપર ઉપકાર કરી પ્રભુ ત્યાંથી ઉત્તરવાચાલ ગામમાં પધાર્યા. ત્યાં નાગસેન નામના ગૃહસ્થ પિતાનો પુત્ર આજે બાર વર્ષે પરદેશથી હેમખેમ પાછો ફર્યો હોવાની ખુશાલીમાં સ્વજન વર્ગને પ્રીતિભેજન આપ્યું હતું. “પંદર ઉપવાસના પારણા માટે ફરતાં ફરતાં પ્રભુ ત્યાં પધાર્યા, પ્રભુદર્શનથી પ્રમુદિત બનેલા નાગસેને ભક્તિપૂર્વક પ્રાસુક અન્નથી પ્રભુને પ્રતિલાલ્યા.” તે જ સમયે “હે દાન અહો દાન”ની ઘોષણુ કરતાં દેએ નાગસેનના ઘરમાં વસુધારા વગેરે પંચદિવ્યો પ્રગટ કર્યા. પ્રભુદર્શનથી નાગસેન ધનલાભ પુત્રલાભ અને કીર્તિલાભથી ધન્ય બની ગયે. તેની ભાગ્યરેખા ખીલી ઊઠી !
- પારાણું કરીને પ્રભુ શ્વેતાંબી નગરીમાં પધાર્યા, ત્યાં પ્રદેશ રાજાએ ચતુરંગી સેનાથી પરિવૃત બની ભક્તિપૂર્વક પ્રભુને વંદન કર્યા. ત્યાંથી પ્રભુ અનુકમે સુરભિપુર જવા માટે વચમાં આવતી ગંગાનદીને પાર કરવા સિદ્ધદંત નામના નાવિકની નાવમાં બેઠા. તે વખતે ઘુવડ પક્ષીનો શબ્દ સાંભળી ત્યાં હાજર રહેલા ક્ષેમિલ નામના નિમિત્તિયાએ અન્ય મુસાફરોને કહ્યું: “આજે આપણે આ મહાત્માના પૂનિત પ્રભાવથી એક મરણુત ઉપસર્ગથી બચી જઈશું.” એવામાં નાવ નદીના મધ્યભાગે આવતાં ત્રિપુષ્ઠ વાસુદેવના ભવમાં પોતાના હાથે મારે સિંહને જીવ ભમતો ભમતે નાગકુમાર જાતિમાં મિથ્યાત્વી સુદૃષ્ટદેવ તરીકે ઉત્પન્ન થર્યો હતો, તેની નજર પ્રભુ ઉપર પડતાં પૂર્વની વેર ભાવનાએ ઉછાળે મારતાં પ્રભુને મારી નાખવા માટે મુખથી ભયંકર કિલકિલાટ કરતાં એ દેવ સંવર્તક વાયુ પ્રગટ કરી પાણના ભયંકર પુર વચ્ચે નાવને હાલક ડેલક સ્થિતિમાં
એવા પાત બિન
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org