________________
અને ભાગ્યરેખા ખીલી ઊઠી....!
[ ૧૭૭ ] હતી. જળાશયની નીકે સૂકાઈ ગઈ હતી, સર્પની ઝેરી દષ્ટીથી વૃક્ષો ધરાશાયી બની ગયા હતા. શુષ્ક પાંદડાઓના ઢગના ઢગ જામ્યા હતા. નાના મોટા રાફડાઓથી આખું વન વ્યાપ્ત બની ગયું હતું. આવા ભયંકર જંગલમાં જ્યાં પશુ પક્ષીઓને સંચાર પણ દુર્લભ બની ગયા હતા તેવા વનમાં નિર્ભયપણે ચાલતા પ્રભુ તૂટી ગયેલા આશ્રમના યક્ષમંડપમાં કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા.
ડી વારે કાળરાત્રિ જેવી જીભના લબકારા મારતે સર્ષ ફરવા નીકળ્યો. ફરતાં ફરતાં તેણે પ્રશાંત મૂર્તિ પ્રભુને ઊભેલા જોયા. જોતાં જ તેની સ્વાભાવિક ક્રોધજ્વાલા પ્રજવલી ઊઠી. મનુષ્ય માત્રના દર્શન તેના ક્રોધને નિમિત્તભૂત હતા. ઘણા સમયે આજે એની ઝેરીલી નજરને ખોરાક મ હોવાથી એ સર્ષે પિતાની વિશ્વભરી વાલાએ પ્રભુ પર ફેંકવા લાગે ! એ વિષજવાલાએ ચપળ વિજળીની જેમ પ્રભુના દેહ પર ત્રાટકવા લાગી પણ પ્રભુના હૈયામાં તે હેતનું અમૃત ઉછળતું હતું. એ અમૃતઝરણુ પાસે સર્પની વિષજવાલાઓ ઠંડી પડવા લાગી. આથી ચીડાયેલા સપે ઉછળી ઉછળીને પ્રભુના ચરણે તીવ્ર દાઢેથી ડંખ માર્યા, તે યે પ્રભુને જરાય અસર ન થઈ! પણ ડંખના સ્થાનેથી લેહીના બદલે મીઠું મધ જેવું સફેદ દૂધ ટપકવા લાગ્યું ! આ જોઈ વિસ્મિત થયેલ સર્પ વિફારિત નયને પ્રભુના શાંત વદન સામે મીંટ માંડી તાકી રહ્યો! પ્રભુના સૌમ્ય દર્શનથી તેની કોધવાલા શાંત બની ગઈ અને એના કર્ણપટે પ્રભુને મધુર સ્વર અથડાયેઃ “અરે.....ચંડકેશિયા, તારા વિષભર્યા ઝેરીલા સ્વભાવથી તારી ભાગ્યરેખાને શા માટે કાળી મેશ બનાવી રહ્યો છે? કંઇક
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org