________________
--
-
પ્રથમ દિવસ. પ્રથમ વરસ...!
[ ૧૭૩ ] સંઘ આપની સેવા કરશે. છડા સ્વપ્નમાં પદ્મસરેવર જોવાથી ચારે નીકાયના દેવે આપની સેવા કરશે, સાતમા સ્વપ્નમાં આપ સમુદ્ર તરી ગયા, તેથી આપ સંસારસમુદ્ર તરી જશે. આઠમા સ્વપ્નમાં કિરણ પ્રસરાવતાં સૂર્યને જેવાથી આપ કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. નવમા સ્વપ્નમાં આંતરડાથી વિટળાયેલા માનુષાર પર્વતને જે તેથી આપના કીતિ અને યશ દિગંતગામી બનશે અને દશમા સ્વપ્નમાં આપ મેરૂ પર્વતના શીખર પર ચડ્યા તેથી આપ સિંહાસન પર આરૂઢ થઈ દેવ અને મનુષ્યની સભામાં ધર્મને ઉપદેશ કરશે. આ પ્રમાણે નૈમિત્તિક જ્ઞાનબળથી મેં જાણ્યું છે, પણ મારાથી ન સમજી શકાયેલા ચોથા “માલાયુમ” સ્વપ્નનો અર્થ આપ પ્રકાશિત કરો. પ્રભુએ કહ્યું: “ઉત્પલ ! એ માલાયુગ્મના સ્વપ્નદશનથી હું “દેશવિરતી ધર્મ અને સર્વ વિરતિધર્મજ, એમ બે પ્રકારના ધર્મની સ્થાપના કરીશ.” આ પ્રમાણે સ્વપ્ન અને તેનું ફળ સાંભળી લોકો ભારે વિમિત થયા અને ફરી ફરીને પ્રભુને વંદન કરતાં વિદાય થયા.
એ યક્ષમંદિરમાં સાત પાસક્ષમણ (પંદર ઉપવાસ) કરી પ્રભુએ ચારિત્રજીવનનું પ્રથમ ચાતુર્માસ પસાર કર્યું. ધ્યાનપરાયણ પ્રભુની પ્રભુતાથી આકર્ષિત થયેલે શૂલપાણિ યક્ષ પ્રભુને પરમ ભક્ત બની ગયા. ચાતુર્માસ પૂર્ણ થતાં ત્યાંથી વિહાર કરતાં પ્રભુને જોઈ યક્ષ પ્રભુની સમીપે આવ્યા અને પ્રભુચરણમાં મસ્તક ઝુકાવી કહ્યું. “પ્રભુ! આપ મારે, ઉદ્ધાર કરવા જ અહીં પધાર્યા હતા. આપની સોબતથી મારૂં જીવન નિપાપી બન્યું છે. આપે મને બંધ ન કર્યો હોત, તો મારી કઈ દશા થાત? હવે આ જીવનને દર્શાવથી કલુષિત કદિ નહિ બનાવું. પ્રભુએ તેને ધર્મલાભ રૂપ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org