________________
પ્રથમ દિવસ....! પ્રથમ વરસ....!
[ ૧૭૧ ]
પ્રતિધેાષથી આખું અસ્થિકગ્રામ ધ્રુજી ઉઠયું. જાણે બ્રહ્માંડ ન ફુટી ગયું હોય તેવા રૌદ્ર ધડાકા સાંભળી ચિંતાતુર ગ્રામલોકેાના હૈયા થડકી ઉઠ્યા ! પણ મેરૂ પર્વત જેવા નિશ્ચલ પ્રભુને તેની જરાય અસર ન થઈ! આ જોઈ વધુ ચીડાયેલા ચહ્ને પ્રભુને મારી નાખવા માટે “ યમરાજાના દુત સરખા એક હાથી પ્રગટ કર્યો! સામે ધસતા હાથીથી પ્રભુ જરાય ગભરાયા નહિ ત્યારે યક્ષે પિશાચને પ્રગટ કર્યો તેમ ભયકર સપ નું રૂપ પ્રગટ કરી પ્રભુના દેડુ પર ડ`ખ દેવરાવ્યા. વિષભર્યા સપના ડંખ પણ પ્રભુને પરાસ્ત ન કરી શકા ત્યારે યક્ષે ભારે ક્રોધાંધ થઇને પ્રભુના શરીરના મસ્તક, નેત્ર, મૂત્રાશય, દાંત પૃષ્ઠ ભાગ, નાસિકા અને નખ, એવા સાતે કામળ સ્થાને એકી સાથે ભયંકર અને અસહ્ય વેદના ઉત્પન્ન કરી. છતાં પ્રભુનુ એક રૂવાટુ એ ક્રક્યું નહિ ! પણ ધ્યાનમાં વધુ એકાગ્ર બન્યા. ” પ્રભુને આવા નિશ્ચલ જાણી અનેક લેાકેાને મારી નાખનાર મહાક્રૂર એવા શૂલપાણિ પ્રભુના પ્રભાવ પાસે સાવ ઢીલેા બની ગયો. પ્રભુને મહાન્ આત્મા સમજી યક્ષ પ્રભુના ચરણમાં નમી પડ્યો! ખરા અંતઃકરણથી ક્ષમાયાચના કરતા એ યક્ષ પ્રભુની પૂજા કરી નૃત્યગાન કરતા નાચવા લાગ્યો. તેની ક્રૂરતા પર પ્રભુની કરૂણાએ વિજય મેળવ્યો !
સિદ્ધાર્થ બ્યંતર પાસેથી પ્રભુની સાચી ઓળખાણ મેળવી શૂલપાણી ચક્ષ પાપ પ્રસંગાથી ભય પામતા ધ્રૂજી ઉઠચો, અને વિશેષ પ્રભુ પ્રત્યે ભક્તિ પ્રશિ`ત કરતા એ યક્ષે દિવ્ય સંગીતનાદથી મંદિરને ગજાવી મૂકયુ. એ સાંભળી ગામલેાકેાએ જાણ્યુ કે અતિથિને મારીને યક્ષ ખુશાલી મનાવતા લાગે છે.
+
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org