________________
[ ૧૭ ]
શ્રી મહાવીર જીવનત રહેવું યોગ્ય નથી. આપને રહેવું હોય તો અમે બીજુ સ્થાન બતાવીએ.” જોકેએ આમ કહ્યા છતાં નિર્ભય પ્રભુએ તેમને જણાવ્યું કે, “મને કોઈ ભય નથી. માત્ર તમારી આજ્ઞા જોઈએ” પ્રભુના આ મિતાક્ષરી મંગળ શબ્દ સાંભળી ગ્રામજનતાએ અને પૂજારીએ કચવાતે મને આજ્ઞા આપી અને પ્રભુ મંદિરના એક ખૂણામાં કાર્યોત્સર્ગ ધ્યાને મગ્ન બન્યા.
અસ્થિક ગામમાં આ વાત વાયુવેગે પ્રસારિત થઈ ગઈ કે “શૂલપાણિ યક્ષના મંદિરમાં આજે સૌમ્યમૂતિ જે કઈ અતિથિ દરેકની ના હોવા છતાં રાતવાસો રહ્યો છે. આ અતિથિ ખરેખર આજે યમરાજાને અતિથિ બની જશે!” આ વાતથી ગામલોકે ભારે ચિંતાતુર બન્યા. તે દિવસે એ ગામમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સાધુજનથી સતત્ પરિચિત ઉત્પલ નામને નિમિત આવ્યો હતો. તેણે પણ આ હકીકત જાણું. તેના દિલમાં થયું કે “ક્ષત્રિય કુંડના રાજકુમાર વર્ધમાન અંતિમ તીર્થકરે સાધના કરવા માટે થોડા સમય પહેલાં જ દીક્ષા લઈ વન ભ્રમણ અને તપસ્વી જીવન સ્વીકાર્યું છે. રખેને એ મહાવીર તે નહિ હોય ને ?” લેકની સાથે એ પણ ચિંતાતુર બન્યો. સંધ્યા સમયે પૂજારી મંદિર બંધ કરી ચાલ્યો ગયો.
નિશાએ પિતાનું સામાન્ય જગત પર ફેલાવ્યું અને સર્વત્ર કાજલ સમી શ્યામતા પથરાઈ ગઈ ત્યારે કાજલ જેવા શ્યામ દિલવાળે યક્ષ હાથમાં ત્રિશૂળને ભમાવતે પ્રગટ થયો. પ્રભુને કાયોત્સર્ગ મુદ્રાએ સ્થિર થયેલા જોતાં જ એ નિશાચરનું લેહી ઉકળી ઉઠયું. પ્રભુને બીવડાવવા માટે તેણે પ્રથમ મહા ભયંકર અટ્ટહાસ્ય કર્યું એ અટ્ટહાસ્યના કારમા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org