________________
પ્રથમ દિવસ....! પ્રથમ વરસ....!
[ ૧૬૯ ] ચાલ્યા ગયે. આવું નિમિત્ત મળતાં અધિક વૈરાગ્યભાવને ધારણ કરતાં પ્રભુએ પાંચ નિયમે ગ્રહણ કર્યાઃ “હવે પછી અપ્રીતિના સ્થાને રહેવું નહિ. ” “ હંમેશાં ધ્યાનસ્થ દશામાં રહેવું” “પ્રાયઃ મૌન ધારણ કરીને જ રહેવું” “કરપાત્રમાં જ ભેજન કરવું અને ગૃહસ્થને વિનય કરે નહિ.” આવી પાંચ પ્રતિજ્ઞાઓ કરી ચાતુર્માસના પંદરમા દિવસે પ્રભુએ ત્યાંથી આ સ્થકગ્રામ તરફ વિહાર કર્યો.
એ અસ્થિકગ્રામના પાદરમાં એક શૂલપાણ યક્ષનું મંદિર હતું, એ મંદિરમાં ચાતુર્માસ કરવા માટે પ્રભુએ અદ્રશર્મા નામના પૂજારી પાસે વસતીની યાચના કરી. દિવ્ય મૂર્તિ સમા પ્રભુને ત્યાં પધારેલા જોઈ ગ્રામજને પણ એકત્ર થઈ ગયા. પ્રભુને એ મંદિરમાં રહેવાની ઇચ્છા જાણી બધા બોલી ઊઠ્યા... “અરે દેવાય ! આ મંદિરમાં રહેવું ખતરનાક છે. આ શુલપાણિ યક્ષ મહા ભયંકર છે. દિવસે પણ લેકે આ મંદિરમાં રહી શકતા નથી, તેમ રાત રહેનાર વ્યક્તિને તે આ કોલમૂતિ યક્ષ જીવતે મૂકતે નથી! તેણે અમારું આ વર્ધમાનનગર કેવું ઉજજડ બનાવી દીધું છે! જ્યાં જુઓ ત્યાં યક્ષે મારેલા મનુષ્યના હાડકાના ઢગ ખડકયા છે ! એથી અમારું ગામ વર્ધમાનનગર તરીકે નહિ પણ અસ્થિકગ્રામ તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે.”
“ચશે ફેલાવેલી મરકીથી મરતા લોકોને જોઈ ગામના આગેવાનોએ યક્ષને પ્રસન્ન કરી આ મંદિરમાં તેની સ્થાપના કરી તેની પૂજા માટે આ ઈન્દ્રશર્મા પૂજારીને સારું વેતન આપી રોક્યો છે. દિવસભર અહીં રહી રાત્રિએ પિતાને ઘેર ચાલ્યો જાય છે. માટે તમારે પણ આ મંદિરમાં રાત્રિએ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org