________________ [ 166 ] શ્રી મહાવીર જીવન શબ્દ અને ગેવાળીયા જેવા અજ્ઞાની જનોના દુઃખજનક વન સહન કરવાનું અદ્ભુત સામર્થ્ય જાગૃત કરી ઈન્દ્ર જેવા ઈન્દ્રની મળતી સેવાને પણ ઈછી નહિ! સંયમમાર્ગના પ્રથમ દિવસે જ તેમને કડવે અનુભવ થયે. છતાં સુખદુઃખમાં સમાનવૃત્તિ ધારણ કરી આખી રાત્રિ શુભધ્યાનમય વીતાવી. પ્રભાતનો સૂર્ય ઉદિત થતાં ધીરે ધીરે ડગ ભરતાં પ્રભુ ત્યાંથી ચાલ્યા, મધ્યાહ્ન સમયે કોલલાક નામના ગામમાં પધાર્યા. ત્યાં બહલ નામના એક બ્રાહ્મણના ઘેર કઇક પ્રસંગ હોવાથી ક્ષીરનું જમણ તૈયાર હતું. પ્રભુ ફરતાં ફરતાં ત્યાં પધારતાં બહલ બ્રાહ્મણે પરમ ભક્તિપૂર્વક પ્રભુ સામે ક્ષીર ભરેલું એક પાત્ર ધર્યું. સપાત્ર ધર્મ પ્રરૂપવાની ઈચ્છાથી પ્રભુએ પ્રથમ એવીહારી છÇનું પ્રથમ પારણું ગૃહસ્થના પાત્રમાં કર્યું. તીર્થકરને આહાર પાણી આપવા એ સામાન્ય પ્રસંગ નથી એવું જણાવવા અંતરીક્ષમાં રહેલા દેએ વસુધારા એટલે સાડા બાર કોડ નૈયાની વૃષ્ટિ સાથે પંચદિવ્ય પ્રગટ કર્યા. વર્ધમાન પ્રભુને આ મહિમા જે લોકો પ્રભુને નમસ્કાર કરતાં કરતાં બહુલ બ્રાહ્મણના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. પ્રભુ પારાગું કરી ત્યાંથી આગળ વધ્યા. દીક્ષાના દિવસે દેવતાઓએ તથા મનુષ્યએ પ્રભુના દેહ પર જે સુગંધી દ્રવ્યોનું વિલેપન કર્યું હતું, સુરભિગંધથી ખેંચાયેલા ભ્રમરાઓ પ્રભુના શરીરે ડંખ દેવા લાગ્યાં. તેમ એ સુગંધને પુર એટલે બધે ઉછળતું હતું કે દર દૂરથી યુવાન તરૂણ નર નારીઓને પ્રભુ તરફ આકર્ષિત કરતે ખેંચી લાવ! યુવાને પ્રભુ પાસે એ સુગંધી દ્રવ્ય માગવા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org