________________ પ્રથમ દિવસ.. પ્રથમ વરસ...! [ 163] માનવજાતિ સ્વભાવે લોભી હોય, તેમાં લાભની વાત આવે તે તેના માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય. સેમ બ્રાહ્મણ પણ બરીની રજા લઈ. ફરી પાછો પ્રભુ પાસે વસ્ત્રને બીજો ભાગ લેવા ગયે. પણ શરમના કારણે માગી શક્યો નહિ. છતાં કંઈ પણ સંગે જે એ વસ્ત્ર હાથમાં આવી જાય તે સારૂં. એમ વિચારી વસ્ત્ર મેળવવા પ્રભુ પાછળ ફરવા લાગ્યો ! સંસારત્યાગના પ્રથમ દિવસે વધમાન એકાકીપણે પાદવિહારે ચાલતાં ચાલતાં બે ઘડી દિવસ બાકી હતું ત્યારે કુમારગ્રામની નજીક આવી પહોંચ્યા. જે વર્ધમાને આ જીવનમાં ધરતી પર કદી પગ મૂક્યો ન હતો, તે જ વર્ધમાન આજે ખુલ્લા પગે જંગલમાં ઘુમતાં ઘુમતાં જરા ય થાક્યા નહિ. પાણી વગરના બે બે ઉપવાસ કર્યા હોવા છતાં નથી ભૂખ તરસકે નથી જરા ય થાક...! કુમારગ્રામના પાદરમાં એક સ્વચ્છ સ્થાન જોઈ રાત્રિની શરૂઆતથી જ નાસિકા અગ્રભાગે દૃષ્ટિ સ્થાપન કરી આત્મસંશોધન કરવા માટે ઊભા ઊભા જ કાત્સગ ધ્યાને સ્થિર થયા. - તે સમયે કે ઈગેવાળીયે પિતાના બળદે પાસે આ દિવસ કામ કરાવી જ્યાં પ્રભુ બિરાજમાન હતા ત્યાં આવ્યું. બળદો ક્ષુધાતુર હતા, ઘાસ ચારાની ખાસ જરૂર હતી, તે વખતે ભરવાડને ગાયે દેહવાનું કામ યાદ આવ્યું, સૌમ્યમૂતિ પ્રભુને ત્યાં ઊભા રહેલા જોઈ તેને થયું કે આ કે ઉત્તમ પુરુષ ઊભા છે, તેમના વિશ્વાસે હું બળદે અહીં મૂકીને જલદી જલદી ગાયે દેહી આવું, ત્યાં સુધી ભલે અહીં ચરતા. આમ વિચારી બળદો ત્યાં મૂકી ભરવાડ ઘેર ગયો Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org