________________ - - - - - - * - - - - - એક સેનઉલા ધીરાગને દલિત [ 162 ] શ્રી મહાવીર જીવન મારે કે જીવાડે...તારે કે ડુબાડે, આપના હાથની વાત છે. આપ મહા દયાળુ છે. ગમે તેમ કરીને પણ સુખપૂર્વક આજીવિકા ચાલી શકે એવું કરી આપે. આપની પાસેથી લીધા વિના ખાલી હાથે પાછા જવાનો નથી. " * સોમના દયા ઉપજાવે એવા વચન સાંભળી પ્રભુનું દયાળું દિલ દ્રવી ઊઠયું. આપવાજોગ કઈ વસ્તુ પાસે ન હતી. પણ યાચકની આશાભંગનો દોષ નિવારવા પોતાના ખભા પર રહેલા દેવી દેવદુષ્ય વસ્ત્રના બે અડધા ભાગ કરી એક મને આપ્યું અને બીજે પોતાના ખભા પર રહ્યો, પ્રભુ પિતાના ત્યાગગમનના પ્રથમ દિવસે આગળ વધ્યા. સેમ પ્રભુના પાવન હાથનું છેલ્લું દાન લઈ ખુશ થત ઘેર ગયે. આ બહુમૂલું વસ્ત્રખંડ જોઈ તેની સ્ત્રી પણ રાજી થઈ. સારું મૂલ્ય ઉપજે એટલા માટે પોતાના પતિને કેાઈ વણકરને ત્યાં છેડા બાંધવા મોકલ્યા. વણકરે પણ રત્નના રેસામાંથી જાણે બનાવેલું ન હોય એવું ચમકતું વસ્ત્રખંડ જોઈ નવાઈ પામ્યા અને કયાંથી મેળવ્યું છે એમ બ્રાહ્મણને પૂછ્યું. ત્યારે તેણે પ્રભુ પાસેથી મેળવ્યાની સઘળી હકીકત વણકરને કહી. એ વણકરે પણ પ્રભુના ભવ્ય દાનની વાત સાંભળી હતી. તેથી સોમને કહ્યું: “ભાઈ! એ વર્ધમાનકુમાર તે દૈવી પુરુષ હતા. એમના જેવા દયાળુ પુરુષનો જે આ જગતમાં જડે મુકેલ છે. તું કરી એમની પાસે જા, અને બાકી રહેલા વસ્ત્રખંડ માગી લાવ. હું તને એ વસ્ત્ર એવું તુણું આપીશ કે કોઈને જરા સરખો પણ સાંધાનો ખ્યાલ ન આવે. પછી એ વસ્ત્ર વેચતાં એક લાખ સેના મહાર પ્રાપ્ત થશે અને આપણે સરખે ભાગે વેંચી સુખી થઈશું. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org