________________ 17. પ્રથમ દિવસ....! પ્રથમ વરસ...! ચારિત્રમોહનીય કર્મના પશમથી ચારિત્રમાર્ગે ગમન કરવા ગતિશીલ થયેલા પ્રભુ જરા આગળ વધ્યા ત્યાં તે પાછળથી " એ પ્રભુ ! ઊભા રહા ! ઊભા રહો !" એવો ઘોષ સંભળાયે. અને ક્ષણવારમાં સિદ્ધાર્થ રાજાને મિત્ર સોમ નામનો બ્રાહ્મણ ધાસભેર દેડતે પ્રભુ સમીપે આવી પહોંચે. એને જોઈ પ્રભુ ક્ષણભર સ્તંભી ગયા. બ્રાહ્મણ બેઃ પ્રભુ! હું રહી ગયે! રહી ગયે! મંદભાગી હું રહી ગયા ! નિગી એવા મારા લલાટમાં દરિદ્રતા જ આલેખાયેલી રહી ગઈ! બાર બાર મહિના સુધી આપે દાનધારા વહાવી ગરીબજનોને તવંગર બનાવ્યા.... તવંગરેને તેજસ્વી બનાવ્યા.....! ત્યારે હું આજિવિકા અથે ભટકતે પરદેશમાં રખડતો હતો, પણ કયાં ય આજીવિકા જેટલું ધન મેળવી શક્યો નહિ. અને આપના દાનથી પણ હું વંચિત રહી ગયે. પ્રભુ! આપના પિતાને મિત્ર હું જનમથી જ દરિદ્રી છું. જ્યાં જઉં ત્યાં બધા મારી સામે મેટું મરડે છે. અરે...બીજું તે ઠીક ઘરની બૈરી એ મારી નિર્ભર્લ્સના કરે છે! ધન વિના મારી બૈરી મને ઘરમાં પેસવા દે એમ નથી આપ તે મહાદાની છે. મેં સાંભળ્યું કે આપ રાજસંપત્તિ છેડી ચાલ્યા જાઓ છો. મારી પત્નીએ મને પરાણે આપની પાસે ધકેલ્યો છે. હવે મને વિચિત કરી છે. તે ઠીક અને ઘરમાં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org