________________ ત્યાગપંથે કદમ [ 159 ] રહ્યો અને વર્ધમાનના અસંખ્ય ગુણોને યાદ કરતે....તેમના સુચારૂ શીતલ સ્વભાવનું સ્મરણ કરતે પરિવાર વર્ગ રડત રડતો ચોધાર અશ્રુ વહાવતે ઊભો રહ્યો! વર્ધમાન દેખાતા બંધ થયા ત્યાં સુધી ઊભો રહ્યો. વર્ધમાન રકયા ન રોકાયા ! ચાલ્યા ગયા તે ચાલ્યા જ ગયા. માનવ મહેરામણ વિખરાઈ ગયે, નંદીવર્ધનરાજા સપરિવાર નિસ્તેજ વદને રાજભવનમાં પાછા ફર્યા. ઈન્દ્રો અને દેવે ઈદ્રાણીઓ અને દેવીઓ સાથે વર્ધમાન પ્રભુના દીક્ષા કલ્યાણકની ઉજવણી પૂર્ણ કરવા નંદીશ્વર દ્વીપે ગયા. ત્યાં ભક્તિપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ ઉજવી દેવલોકના દેવભવનમાં પાછા ગયા. વર્ધમાનકુમારે પોતાના સ્વાભાવિક અને લોકોત્તર ગુણોથી અત્યંત લોકચાહના મેળવી હતી. આથી લોકહૈયા પર આજે તેમના ભવ્ય ત્યાગની ભવ્ય છાપ પડી હતી. તેમના ચાલ્યા જવાથી ક્ષત્રિયકુંડનગરમાં જાણે સોપો પડી ગયે! ક્ષત્રિયકુંડની પ્રજાએ નિહાળે વર્ધમાનને આ મહાભિનિષ્ક્રમણ મહત્સવને માગસર વદ દશમને દિવસ ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ ગયે ! નંદીવર્ધનરાજાએ વ્યાકુળ હૈયે આ ભવ્ય પ્રસંગ ઉજવ્યો. ઈદ્રો અને દેવેએ તેમાં સાથ આપી મહોત્સવને ચેતનવંતા બનાવ્યું. મામા ચેટકરાજાએ પણ આ મહોત્સવમાં આગેવાનીભર્યો ભાગ લઈ હર્ષિત હૈયે વર્ધમાનને વિદાયમાન આપતાં શુભાશિષ આપ્યા હતા કે, “હે ભાણેજ ! તું વહેલે વહેલે આવજે...તારી અપ્રતિમ આંતરિક શક્તિથી સકલ કર્મને ક્ષય કરી અમને પ્રતિબંધ આપવા તું વહેલે વહેલે આવજે..! વહાલા ભાણેજ ! ત્યાગમાર્ગે જવા માટે “હા” કહેતા હૈયુ કપાતું હોવા છતાં પણ તું સર્વશ્રેષ્ઠ તીર્થંકરપદથી અલંકૃત થઈ જગતનો તારણહાર બનવાનું છે એ આવાસનથી “જા” કહેતાં જીભ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org