________________ [ 158 ] શ્રી મહાવીર જીવનત ઈન્દ્ર મહારાજે ખૂબ ખૂબ સાંત્વન આપ્યું ત્યારે માંડ માંડ હૃદયના આવેગને અને અશ્રુપ્રવાહને રેકતાં વિગ વેદનાથી ચીરાયેલા હૃદયમાંથી વિરહભરી વાફધારા ઉછળી પડી....! ગદ્ગદ્ કઠે વેદના ભરપુર શબ્દો સરવા લાગ્યા...હે ભાઈ ! તારા વિના આ મહેલ.આ સંપત્તિ, આ રાય...આ સાહેબી...આકરા થઈ પડશે. મહેલની ઇટે ઇંટમાં અને પત્થરે પત્થરમાં તારું નામ કોતરાયેલું છે....એ મહેલમાં રહેતાં તને હું કેમ વિસરી શકીશ? હે વર્ધમાન ! તારા વિના રાજ્ય સંપત્તિ, સાહેબી અને આભૂષણે મને અંગારા સમ દઝાડશે. સઘળે રાજ પરિવાર તારા વિના નિસ્તેજ બની જશે! હે વીર! તારા વિના એકલું અટુલ બની ગયેલે હું મીઠી મીઠી જ્ઞાન ગષ્ટી કોની સાથે કરીશ? મારા અંતરની ગુપ્ત વાત હું તેની પાસે પ્રકાશિત કરીશ ?" આમ વિલાપ કરતાં નંદીવર્ધનરાજા ફરી જમીન પર ફસડાઈ પડ્યા! આવી રીતે રડતા..કપાત કરતાવિલાપ કરતા...આકંદ કરતા... કુટુંબ પરિવારના સ્નેહને તરછોડી વર્ધમાન એકાકીપણે ચાલી જવા તૈયાર થયા ! મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના અધિપતિ પ્રભુને સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરતાં આજે ચેાથું મન:પર્યાવજ્ઞાન ઉત્પન્ન થયું. આ જ્ઞાનથી વમાન પ્રભુ અઢી દ્વિીપમાં રહેલા સર્વ-સંજ્ઞી પંચેન્દ્રિય જીના મનોગત ભાવના જાણકાર થયા. આ ચાર જ્ઞાનની આત્મસંપત્તિ સાથે લઈ નેહીજનોના સ્નેહબંધનને તેડી ત્યાંથી એકાકીપણે પાછું વાળી જોયા વગર વર્ધમાન ચાલી નીકળ્યા. સમ્બન્ધી વર્ગ તેમને અપલક નેત્રે જતાં જોઈ રહ્યો. જ્યાં સુધી વર્ધમાનની પીઠ દેખાતી રહી ત્યાં સુધી જેતે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org