________________ ત્યાગપંથે કદમ (157) ફરતાં કાંટા અને કાંકરાના અને માન અપમાનના કટે હસતા મુખે સહેવા, શારીરિક અનેક કટમાં મૂખ્ય સુધાને શમાવવા આહારની પ્રાપ્તિ પરાવલંબી હેવાથી સામાન્ય ભિક્ષુની માફક ઘેર....ઘેર...ફરવું અને ભીક્ષેપજીવી જીવન જીવવું એક રાજકુમાર માટે કઠિન હોવા છતાં હસતા મુખે એ માગે ગમન કરતાં વર્ધમાનને જોઈ આજે લાખ કરોડોથી પણ વધારે માનવ હૈયા રૂદન કરી રહ્યા હતા. કરૂણ કલ્પાંત કરી રહ્યા હતા. તે પણ પ્રભુના નિઃસ્નેહી દિલ પર સમ્બન્ધીઓનો સ્નેહ કેઈ અસર કરી શક્યો નહિ. દ્રવ્ય અને ભાવથી મુંડ અને વિચારધારાથી પરિશુદ્ધ એવા વર્ધમાન એકાકીપણે સંયમી બન્યા. નથી કેાઈ સાથી નથી કોઈ સંગાથી....નથી વાહન....નથી પગમાં ઉપાનહ...આવા કમળ પાંખડી સમા કમળ શ્રી વર્ધમાન આજે વજસમ કઠિન બની કટપૂર્ણ માગે જતાં જોઈ અત્યાર સુધી રોકી રાખેલે નંદીવર્ધન રાજાને અશ્રુપ્રવાહ છુટી પડ્યો.... શ્રાવણ ભાદરવા જેવી મેઘધારાએ ચોધાર આંસુએ રડી ઉઠ્યા....મુખથી ભાઈ ભાઈના પિોકાર કરતાં જ્ઞાતખંડ ઉદ્યાનને ગજાવી દીધું....યેષ્ટાદેવી આત્મબંધુ સમા વર્ધમાનના વિરહના વેગને ન સહી શકયા....પ્રિયદર્શના પુત્રી અને સુદર્શનાબેન પણ વહાલેરા પિતા અને ભાઈ વર્ધમાનના વિયેગની વેદના ન ઝીરવી શક્યા....અને અર્ધબેભાન જેવા બની કરૂણ કલ્પાંત કરતાં રડતાં રડતાં અન્ય લેકને પણ રડાવવા લાગ્યા...પ્રભુને જમાઈ અને પુત્ર સામે જમાલી પણ નેહભીના અને વહાલપ વેરતા પિતા સમાન વધે. માનને અશ્રુ નીતરતી આંખે નિહાળતા અનેક ક્ષત્રિઓને રડાવતો રડતો રહ્યો! નંદીવર્ધનરાજાને સ્વજને શાંત પાડવા પ્રયત્ન કર્યો. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org