________________ [ 156 ] શ્રી મહાવીર જીનવત ત્યારે માગસર સુદ ગુજરાતી કા. વ. દશમીને સુવ્રત નામના દિવસને ત્રીજો પ્રહર ચાલતો હતો. અને ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં ચંદ્રને સંગ થયેલ હતું. તે સમયે દ્રવ્યમુંડ થયેલા વર્ધમાન એકાકીપણે સંસારને ત્યાગ કરી સ્વયં બુદ્ધ બની ભાવમુંડ થવા તત્પર બન્યા. ઈન્દ્ર કેલાહલ શાંત કરાવ્યું અને વર્ધમાનકુમારે સર્વ સિદ્ધ ભગવંતને નમસ્કાર કરી સાવદ્યાગનો ત્યાગ કરી નિરવદ્ય જીવન જીવવાની પ્રતિજ્ઞા કરી. એટલે કે જંતુમાત્રની મનવચન-કાયાના યોગથી હિંસા ન કરવી–ન કરાવવી–ન અનુદના કરવી, મૃષાવાદ એટલે અસત્ય ન બેલવું, ન બોલાવવું, ન અનુમેદવું, અદત્ત એટલે ચેરી ન કરવી, ન કરાવવી, ન અનુભવી, અબ્રહ્મ ન સેવવું, ન સેવરાવવું, ન અનુમોદવું, અને પરિગ્રહ એટલે વસ્તુસંગ્રહ ન કરે, ન કરાવો, ન અનુમોદવે, એ પાંચ મહાભીષણ પ્રતિજ્ઞાઓ કરી. સાથે રાત્રિભેજન, અભક્ષ્યત્યાગ વગેરેની પણ અનેક પ્રતિજ્ઞાઓ કરી. પ્રવ્રજિત થયેલા વર્ધમાનપ્રભુએ મનથી નિશ્ચય કર્યો કે જ્યાં સુધી મને કેવળજ્ઞાનની પ્રાપ્તિ નહિ થાય ત્યાં સુધી હું દેવ, મનુષ્ય અને તિયા તરફથી થતા સર્વ ઉપસર્ગો રૂડી રીતે સહન કરીશ. આજથી મારે વિહાર પાદચારી અને આહાર નિર્દોષ તેમ જરૂર પુરતું જ રહેશે. આ જગતમાં કોઈ મારૂં નહિ, તેમ હું કેઈને નહિ, અથવા જગત મારૂં અને હું જગતને એવી મારી વૃત્તિ રહેશે. વર્ધમાનકુમારે કરેલા સંકલ્પને સિદ્ધ કરવા આદરેલે આ સંયમમાર્ગ અતિ કઠિન અને કષ્ટભર્યો છે. પાદવિહારે વિચરવું એ મૂખ્ય કષ્ટ, ગ્રામાનુગ્રામ ખુલ્લા પગે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org