________________ - - ત્યાગથે કદમ [ 155] અને તેમની સૌંદર્યમઢી કાયા આભરણુ અને વસ્ત્રોને ભાર ઉતારી નિરાભરણુ બની અડવાણે પગલે અનેક કષ્ટો વચ્ચે ઝઝુમવા ઝુમી રહી હતી!” શિબિકા પરથી નીચે ઉતરી એ વર્ધમાનકુમાર અશોકવૃક્ષના મધ્ય ભાગમાં આવી ઊભા. અને દેહ પર લદાયેલા ભારથી જાણે શ્રમિતે ન થઈ ગયા હોય તેમ એક પછી એક બધા આભૂષણે ઉતારવા લાગ્યા. એ અલંકાર કુલમહત્તરા સ્ત્રી હંસલક્ષણ સાડીમાં ઝીલવા લાગી. આ અવસરે ચારે બાજુથી જયધ્વનિ ઉછળી રહ્યો. દેવતાઓ અને મનુષ્ય જોર શોરથી “જય જય નંદા–જય જય ભદ્દા ના મંગલકારી શબ્દો પોકારી દિશાઓને ભરી દેવા લાગ્યા. અંતરીક્ષમાંથી એ મંગલકારી શબ્દોનો પ્રતિષ સરી પડ્યો. મંગલકારી શબ્દોના ઘેષ અને પ્રતિષથી ઉદ્યાનનું વાતાવરણ ગુંજી ઉઠ્યું. " હે પ્રભુ! તમે જય પામ! વિજય પામ ! તમારૂં કલ્યાણ થાઓ ! તમારૂં ભદ્ર થાઓ ! તમારો માર્ગ ઉપદ્રવરહિત અને જયમંગલ કરનાર બની રહે !" આવા મંગલ શુભાશિનું શ્રવણ કરતાં વર્ધમાને દેહ પરથી એકે એક અલંકારો ઉતારી નાખ્યા... અને વસ્ત્રો પણ ક્ષીરસમ ઉજવલ પ્રભુની નિરાભરણું કાયા પર ઈન્દ્ર મહારાજે પિતાના આચાર મુજબ એક વેત અને કીંમતિ દેવદુષ્ય વસ્ત્ર નાખ્યું. પછી વર્ધમાનકુમારે દેહ પર રહેલી છેલ્લી શોભાને નષ્ટ કરવા પિતાને હાથે જ મસ્તકના કેશને ચાર મુઠ્ઠીથી લગ્ન કર્યો, અને પાંચમી મુઠ્ઠીથી દાઢી મુંછના કેશને પણ લેચ કર્યો. ઈન્દ્ર મહારાજે ઉતરીય વસ્ત્રના છેડામાં એ કેશ ઝીલી ક્ષીરસમુદ્રમાં પધરાવ્યા. આ કેશલંચનથી પ્રભુ દ્રવ્યમુંડ થયા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org