________________ [ 134 ] શ્રી મહાવીર જીવનજ્યોત શણગારતી અધુરા વેશે હાથમાં માત્ર ચણીયાની નાડી પકડીને બહાર નીકળી પડી..! કેઈએ ગાલે કસ્તુરીને બદલે અળતે લગાડ્યો....કેઈએ પગના ઝાંઝર ડેકે પહેર્યા અને હાર પગમાં નાખ્યા.....કઈ વાળ ઓળતી ઓળતી બહાર આવી... આવી રીતના રંગઢંગ હોવા છતાં બધા જ લોકો વર્ધમાનને તેમની શોભાયાત્રાને....આવેલા દેવસમૂહને, અને માનવ મહેરામણને નિહાળવામાં મસ્ત હોવાથી કેઈને પણ હાંસી કરવાની ફુરસદ જ ન હતી. એટલે કે ઈપણ મુગ્ધાઓને શરમાવું ન પડ્યું. ત્યાગ માગે ગમન કરતાં વર્ધમાનકુમારની શેભાયાત્રા ક્ષત્રિયકુંડનગરની બહાર આવેલા રમણીય અને કુદરતી શોભાથી પણ દર્શનીય એવા જ્ઞાતખંડ ઉદ્યાનમાં આવી પહેાંચી. ત્યાં અગાઉથી જ આગળ બેસવાનું સ્થાન મેળવવા પહેાંચી ગયેલી જનતા કીડીયારાની માફક ઉભરાતી હતી. એ જનતાના જયનાદ અને અભિવાદન ઝીલતા વર્ધમાન કુમારની મંગલમયી ચંદ્રપ્રભા શિબિકા ઉદ્યાનના મધ્ય ભાગમાં ઘટાદાર એવા અશોકવૃક્ષ નીચે આવી પહોંચી. ઈન્દ્રને જમણે હાથ પકડી શિબિકામાંથી નીચે ઉતરતાં યુવાન કેશરી સમા શોભતાં, અદ્ભુતે અલૌકિક સૌન્દર્યથી ચમકતાં, એવા વર્ધમાનકુમારને જોઈ સૌ ધન્ય ધન્ય પિકારી ઉડ્યા ! વર્ધમાનકુમારે આ ત્રીશ વર્ષની ઉંમરમાં પહેલી જ વાર ચોવીહારી છઠું એટલે પાણી વગરના બે ઉપવાસ કર્યા હતા. તેમનું અંતર ચારિત્રધર્મને ગ્રહણ કરવા થનગની રહ્યું હતું ! તેમના વિકસિત નયને શુભધ્યાનમાં સ્થિર થવા તલસી રહ્યા હતા. તેમને આત્મા આ સંસારના કેલાહલથી છુટવા અને જગતની જાળથી મુક્ત થવા તલપી રહ્યો હતો. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org