________________ [ ૧પર ] શ્રી મહાવીર જીવનજ્યોત ઈશાનેન્દ્ર ઉપરની ડાબી, અમરેન્દ્ર નીચેની જમણું અને બલીજે નીચેની ડાબી બાહાએ ઉપાડીને ચાલવા લાગ્યા. બાકીના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક ઈદ્રો અને દેવે પણ પોતાની યેગ્યતા અને ક્રમ પ્રમાણે શિબિકા ઉપાડીને ચાલવા લાગ્યા. વારાફરતી બે ઈદ્રો પ્રભુની બન્ને બાજુ દિવ્ય રત્નજડિત ચામર વિંઝતા ચાલ્યા. શિબિકાના પાછળના ભાગમાં એક અગ્રગણ્ય રાજા વૈડુર્યરત્નના દંડવાળા અને એકહજાર ને આઠ સુવર્ણ શલાકાઓથી સુશોભિત પાંડુત્ર લઈને ચાલ્યા. ત્યારપછી માંડલિક રાજાઓ, શેઠિયાઓ, શાહુકારે, સાર્થવાહ, ઘણું દેવદેવીઓ અને નરનારીઓ આડેબરપૂર્વક ચાલવા લાગ્યા. જેમના તેજસ્વી મુખમંડળમાંથી તેજકુવારા ઉછળી રહ્યા છે એવા ત્યાગમાગે પ્રસ્થાન કરતાં શ્રી વર્ધમાનકુમારને ભાવવિભેર હૃદયે અને સજળ નેત્રે સૌ જોઈ રહ્યા હતા. માર્ગમાં પંચરંગી પુષ્પની વૃષ્ટિ કરતાં, દેવદુન્દુભિ વગાડતાં, નૃત્ય કરતાં, દિવ્ય વજીના સૂર સાથે જય જય નંદા, જય જય ભદ્રાના મંગલમય રે છેડતાં, એમ અનેક પ્રકારની ભક્તિ પ્રદર્શિત કરતાં દેવોને જોઈને આશ્ચર્ય અનુભવતાં બાળકો અને બાલિકાઓ, યુવાનો અને યુવતિઓ, પ્રૌઢે અને પ્રૌઢાઓ, વૃદ્ધો અને વૃદ્ધાએ, પણ અપલક નેત્રે શેભાયાત્રામાં શિરોમણિ સમા વર્ધમાનકુમારને અને દેવતાઓના હાવભાવપૂર્વકની ભકિતને જોઈ અંતરંગ આનંદ પામતા તન્મય બની ચાલતા રહ્યા. અસંખ્ય દેવદેવીઓ અને નરનારીઓના આવાગમનથી ક્ષત્રિયકુંડનગરના વિશાળ રાજમાર્ગો આજે સાંકડા બની ગયા હતા ! Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org