________________ ત્યાગ૫થે કદમ [ 151 ] લંકારે અને તે જ ચમકતો વેશ ધારણ કરી પ્રભુની બંને બાજુ સુંદર ચામર વીંઝતી ઊભી રહી. ઈશાન ખૂણામાં એક મનહર બાળા હાથમાં રૂપાની ઝારી લઈને ઊભી રહી. અગ્નિ ખૂણામાં એક સુંદર નવયૌવના વીંઝણો લઈને ઊભી રહી. વાયવ્ય ખૂણામાં એક નવયૌવના હાથમાં કળશ લઇને ઊભી રહી. અને નૈઋત્ય ખૂણામાં એક સુવદની બાળા હાથમાં દર્પણ લઈને ઊભી રહી. એ ધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર શિબિકાની બન્ને બાજુ સુંદર ગળાકાર જ ચતા હોય તેમ ચામર લઇને ઊભા રહ્યા. દેખતાં જ નયન ચમકી ઉઠે અને જીવન ધન્ય બની જાય એવી મંગલભૂત શોભાયાત્રાની સજાવટ થવા લાગી. મામા ચેટક રાજા અનેક જાતની સુંદર સલાહ આપતા હતા. સૌપ્રથમ હજારોગમે રંગબેરંગી ધ્વજા-પતાકાઓને લહેરાવતાં સુવર્ણમય ઈન્દ્રધ્વજ ચાલ્યું. નિમલ ગંદક ભરેલા કળશે, ભંગકર, ચામર, મહાધ્વજ, સિંહાસન, સ્વસ્તિક, દર્પણ અને મત્સ્યયુગલ, એ અષ્ટમંગલ ગોઠવાયા. રત્નજડિત શણગારથી સજજ થયેલા એકસો ને આઠ અવો, હસ્તિઓ અને રથ ચાલવા લાગ્યા. અનેક હાથીઓ, અવે, ર અને પાયદળ એ ચાર અંગથી યુક્ત ચતુરંગી સેના સુસજ્જ બનીને ચાલવા લાગી. ત્યારપછી નંદીવર્ધન વગેરે મુખ્ય રાજાઓ, ઈન્દ્રો, દેવતાઓ અને મનુષ્ય સાથે “જય જયારવના ગગનભેદી નાદથી દિશાઓને ગજાવતા ગજાવતા પ્રભુ મહાવીર જય પિકારતા, જય જય નંદા, જય જય ભદા”ની ગંભીર ઘોષણા કરતાં કરતાં ચાલ્યા. નંદીવર્ધન રાજાની આજ્ઞાથી પ્રથમ એકહજાર સુસજજ રાજપુરૂષોએ ચંદ્રપ્રભા શિખિકા ઉપાડી. પછી કેન્દ્ર ઉપરની જમણી, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org