________________ [ 150 ] શ્રી મહાવીર જીવનત કળામય શિબિકા દેવ પાસે તૈયાર કરાવી ! નંદીવર્ધનરાજાએ સોના, રૂપા, મણિ અને માટીના એક હજાર ને આઠ કળશ વગેરે સામગ્રી તૈયાર કરાવી, તો ઈન્દ્ર પણ એવી જ બધી જાતની તૈયારી કરાવી. આ જોઈ સૌ લોકો ભારે આશ્ચર્ય પામ્યા. પણ સૌના આશ્ચર્યમાં જાણે વધારે જ ન કરતી હોય તેમ ઈદ્રની દેવી સામગ્રી, નંદીવર્ધનરાજાએ કરાવેલી માનુષી સામગ્રીમાં અંતહિત થઈ ગઈ. આથી માનુષી સામગ્રી ભારે આકર્ષક બની ગઈ. માગસર વદ (ગુજરાતી કારતક વદ) દશમના દિવસે સવારમાં ચડતાં પહોરે ઈન્દ્રો અને રાજાઓએ મળી પ્રભુનો દીક્ષાભિષેક કર્યો. પ્રભુએ આ છેલ્લું સ્નાન સચિત્ત જળથી કર્યું. “ઉત્તમોત્તમ અને મહાકીંમતિ એવા વેત વસ્ત્રો ધારણ કર્યા. મસ્તકે રત્નમય મુગટ, બાંહે રત્નજડિત બાજુબંધ, હૈયે નવસરે હાર, અધહાર અને કલ્પવૃક્ષના પુષ્પોની માળા ધારણ કરી. બાવના ચંદનથી વિલેપન કર્યું. " આ રીતે શ્રી વર્ધમાનકુમાર દેહનો છેલ્લે શણગાર કરી અંતરંગ શત્રુપર વિજય માટે પ્રસ્થાન કરવા ઝડપભેર તૈયાર થઈ ગયા ! પ્રદક્ષિણા પૂર્વક ચંદ્રપ્રભા શિબિકામાં પૂર્વાભિમુખે સિંહાસન પર આરૂઢ થયા. તેમની જમણી બાજુ એક કુળવડેરી સ્ત્રી રત્નાલંકારો અને મહાકીમતિ વસ્ત્રો ધારણ કરી હાથમાં હંસલક્ષણ સાડી લઈને ભદ્રાસન પર બેઠી. ડાબી બાજુના ભદ્રાસન પર પ્રભુની ધાવમાતા દીક્ષાના ઉપકરણે લઈને બેઠી. તેની પાછળના ભદ્રાસન પર મતિના અલંકારે અને તે જ ઉજવલ વેશ ધારણ કરી એક નવયૌવના પ્રભુના મસ્તક પર ચંદ્રસમ ઘવલકાંતિ છત્ર ધરીને બેઠી. બે સુંદર બાળાઓ સુવર્ણ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org