________________ 16. ત્યાગપંથે કદમ ક્ષત્રિયકુંડનગર આજે દેવક સમું દેદિપ્યમાન દીસતું હતું. નંદિવર્ધનરાજાએ નાના ભાઈને ત્યાગ મહોત્સવને ઉજવવા માટે ભવ્ય તૈયારીઓ કરાવી. રાજ તરફથી ઠેરઠેર આમંત્રણ મોકલવામાં આવ્યા. વર્ધમાનના ભવ્ય ત્યાગને પડઘે ચેગરદમ પડી ગયે. નામાંકિત રાજસમૂહે અને માનવ મહેરામણથી ક્ષત્રિયકુંડનગર ઉભરાવા લાગ્યું. વર્ષ માનના દીક્ષા મહોત્સવમાં ભાગ લેવા ઈન્દ્રો આવ્યા ઇન્દ્રાણીઓ સાથે, અને દેવ આવ્યા દેવીઓ સાથે, રાજાએ આવ્યા..શેઠિયાઓ શાહુકારો આવ્યા.....તેમ અસંખ્ય ગ્રામ્ય જનતા પણ આ ત્યાગ મહોત્સવમાં ભાગ લેવા અને વર્ધમાનના દર્શન કરવા આવી પહોંચી. દરેક માટે રહેવા જમવા વગેરેની સુંદર સગવડતા રાજ્ય તરફથી હતી. નંદીવર્ધનરાજાએ પચાસ ધનુષ લાંબી, પચીશ ધનુષ પહેળી, અને છત્રીશ ધનુષ ઉંચી સુંદર કારીગીરીથી ઓપતી દેવવિમાન સમી ચંદ્રપ્રભા નામની પાલખી નિષ્ણાત કારીગરે પાસે તૈયાર કરાવી, અંદર મખમલના ગાલીચા અને સુવર્ણ સિંહાસનો મંડાવ્યા, સુંદર ભદ્રાસનો ગેઠવાવ્યા !! એ જોઈ જાણે તેની સ્પર્ધા જ ન કરતા હોય તેમ ઈન્ડે પણ એવી જ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org