________________ [ 146 ]. શ્રી મહાવીર જીવનજ્યોત રહેવાનું. ચમરેન્દ્ર તથા બલીન્ડે લેનારના ભાગ્ય પ્રમાણે પ્રભુના હાથમાં દ્રવ્યની વધઘટ કરવાનું, અને વ્યંતર દેએ દાન લઈ પાછા વળતાં યાચકજનોને સ્વસ્થાને પહોંચાડવાનું કામ સંભાળ્યું ! પ્રભુ “જેને જે જોઈએ તે લઈ જાય " એ ન્યાયથી દાન આપવા લાગ્યા અને યાચકલોકો હોંશે હોંશે પ્રભુના હાથે ઉત્તમ દાન લઈ, ભજનગૃહમાં યથેષ્ટ ભજન કરી, વસ્ત્રગૃહમાંથી સુંદર વસ્ત્રો પરિધાન કરી, અવનવા વેશે ઘેર પાછા ફરતાં ત્યારે તેમના કુટુંબીજને ભારે આશ્ચર્યમાં ડુબી જતા અને વર્ધમાનકુમારની ગુણસ્તુતિ કરતાં સુખસૌરભમાં સમાઈ જતાં. આ રીતે દરરોજ એક કોડ ને આઠ લાખ સોનૈયા પ્રભુના હાથે અપાતા. આ કમ એક વરસ સુધી ચાલુ રહ્યો. આ શુભ કાર્યની શરૂઆતમાં વર્ધમાનકુમારના મામા ચેટકરાજાએ શુભાશિષ પાઠવ્યા હતા. નંદીવર્ધનરાજ દરરોજ પ્રભુને દાન આપવા માટે પ્રેત્સાહન આપતા, સુદર્શનાબેન, પ્રિયદર્શન, અને જમાલી જમાઈ તેમજ અન્ય જ્ઞાનકુલના અગ્રગણ્ય ક્ષત્રિયકુમારે પ્રભુને સહાય કરતાં અને એમાં નગરજને એ પ્રસંગરંગની અનમેદનાના પ્રાણ પૂરતા. ઈદ્રના હુકમથી વિશ્રમણદેવે ધનના ઢગલા લાવી લાવી દાનશાળામાં ખડકતાં. એક વર્ષ દરમ્યાન ત્રણ અઠ્યાસી કરેડ અને એંશી લાખ સોનૈયાનું દાન આપી શ્રી વર્ધમાનકુમારે વિકમ સર્યો ! વર્ધમાનકુમાર અદૂભુત દાનેશ્વરી પાડ્યા. શું તેમની ઉદારતા ! યાચકજને લેતાં ય થાકતા નથી તેમ પ્રશંસા કરતાં ય થાકતા નથી ! વર્ષાઋતુમાં ગગનના ગોખે બેઠેલે મેઘરાજા પણ જેમની દાનધારા પાસે કૃપણ લાગે ! પણ વધુ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org