________________ [ 144 ] શ્રી મહાવીર જીવન તેની આસપાસના લક્ષાધિક રાજાઓમાં મુગટ શેખર રાજવીના માનને લાયક હતી. પણ તેમની જીવનચર્યા ત્યાગ વૈરાગ્યના અલૌકિક રસાયણથી પુષ્ટ જોઈ રાજસમૂહ ભારે આશ્ચર્યમાં ડૂબી ગયે ! ઈચ્છા મુજબ ષસ ભરપુર ખાદ્ય સામગ્રી છતાં નિરસ ભેજન કરનારા વર્ધમાનકુમાર એક જ હતા ! અતુલ ભેગ સામગ્રી વચ્ચે રહેતા હોવા છતાં પાંચ ઈદ્રીને વશ કરી બ્રહ્મચર્યનું પાલન કરનાર વધમાનકુમાર એક જ હતા ! તેમ જ વિસ્તૃત રાજ્યાધિકાર અને સર્વના પ્રીતિપાત્ર હોવા છતાં નિષ્પરિગ્રહી અને નિર્મોહી એક માત્ર વધમાનકુમાર જ હતા ! - તેઓશ્રીની અસાધારણ પ્રતિભાથી આકર્ષાઈને ચકવતી રાજાધિરાજના ભાવથી તેમની નિશ્રામાં બાલ્યવયથી રહીને તેમની સેવા કરતાં શ્રેણિક, પ્રદ્યોત વગેરે શતાધિક સમવયસ્ક મિત્ર સમા રાજકુમારે તેમની સંસારત્યાગની ભાવના જાણી સૌ પોતપોતાના દેશમાં ચાલ્યા ગયા ! જેતજેતામાં એક વર્ષ વીતી ગયું. એ દરમ્યાન વધમાકુમારે એવા પ્રકારનો ત્યાગ વિરાગને ચિરાગ જલાવ્યું કે લોકો તે ધન્ય ધન્ય પિકારી ઉઠ્યા. તેમની ભવ્ય ભાવનાની પ્રતિછાયાથી મનુષ્ય લેકના મનુષ્ય તે ડોલ્યા પણ દેવકના દેવતાઓ પણ ડેલી ઉડ્યા! શ્રી તીર્થકર સ્વયં પ્રતિબંધિત હોય પણ દીક્ષા લેવાના સમય અગાઉ એક વરસ પહેલાં લેકાન્તિક દેવતાઓ આવી તેમને તીર્થપ્રવર્તાવવાની વિનંતી કરે એ તેમને આચાર હોવાથી પ્રભુને ઓગણીશમું વર્ષ પૂર્ણ થતાં ક્ષત્રિયકુંડ નગરના રાજભવનમાં પ્રાયઃ એકાંતવાસી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org