________________ સંસારી છતાં ત્યાગી..! [ 143 ] “વર્ધમાન ! તમને ભાઈ ગણું કે દિયર ગણું, તમારા સિવાય દિલની લાગણી વ્યક્ત કર્વા મારે કોઈ સ્થાન નથી ! તમારી મને વેદના અને મનોભાવના હું સારી રીતે સમજુ છું. પણ તમે તમારા વડીલ બંધુની ઈચ્છા મુજબ ડે સમય અમારી સાથે રહો. પછી સુખેથી તમારા માર્ગે સંચરજો. અમે નહિ. રેકીએ....!” પિતાતુલ્ય મોટાભાઈ અને માતા તુલ્ય ભાભીની ભાવના વર્ધમાન અવગણી શક્યા નહિ અને બે વરસ સંસારમાં રહેવા કબૂલ થયા. પણ તેમની પાસે શરત મુકતા બેલ્યાઃ “વડીલે, હું તમારી ભાવનાને સત્કારું છું પણ સંસારી છતાં ત્યાગી તરીકે ! આજથી મારી રહેણું કહેણી બદલાઈ જશે, રહેણી વધુ એકાંત ગામી અને કહેણ પ્રાયઃ મૌનગામી: રહેશે ! મારા માટે કઈ જાતના આરંભ સમારંભ કરાવશે નહિ. આખા ક્ષત્રિયકુંડ નગરમાં આ વાત ફેલાઈ ગઈ સુદર્શનાબેન, પ્રિયદર્શન અને જમાલીએ પણ આ સમાચાર જાણ્યા, સૌ હર્ષ-શોકજનક સ્થિતિમાં ઝુલી રહ્યા. વસ્ત્રાલંકારેથી સુસજજ વર્ધમાનકુમાર સંસારી વેશમાં રહ્યા છતાં પ્રતિજ્ઞા બદ્ધ બન્યા. મોહના ઘરમાં રહીને પણ મેહજીત બની મૈત્રી, પ્રદ, કારૂણ્ય અને માધ્યસ્થ ભાવ નામાં મસ્ત રહેવા લાગ્યા. એ સમયમાં શ્રી વર્ધમાનકુમાર સંસારના સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હતા. તેમની તોલે આવી શકે એ બરોબરીયે અદ્યાપિ કેઈ પણ જનતાની નજરે ચડ્યો ન હતો. મહાબલિષ્ઠ અને ધર્મનિષ્ઠ શ્રી ચેટકરાજાના પરમ પ્રીતિપાત્ર ભાણેજ સર્વગુણસંપન્ન હોવાથી રાજસમૂહમાં એમ મનાતું હતું કે શ્રી વર્ધમાનકુમાર નકકી રાજરાજેશ્વર બનશે. તેમની ભવ્ય પ્રતિભા વૈિશાલીના અને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org