________________ [ 142 ] શ્રી મહાવીર જીવનત જકડી રાખે છે, આવા કર્મબન્ધનથી જીવ અનંતા કાળથી સંસારમાં જકડાઈને અનંતા દુઃખ વેઠી રહ્યો છે. આવા સ્નેહ સંબધે કોઈના ટકળ્યા નથી તે આપણું ક્યાંથી ટકશે ? “કોઇ કોઇનું નથી” એ મંત્ર ખ્યાલમાં લ્યો અને હર્ષ પૂર્વક સંસારત્યાગના પંથે જવા અનુમતિ આપ.” વર્ધમાનની વાત સાંભળી નંદિવર્ધનરાજા લોગ ના આવેશમાં આવી જઈ ચોધાર આંસુએ રડતાં રડતાં વર્ધમાનકુમારની કેટે વળગીને બેસી રહ્યાઃ “પ્રિય બંધુ! તમે ગમે તેમ કરશે તે પણ બે વરસ સુધી તે તમને રજા નહિ જ આપી શકું. એક ભાઈ તરીકે આટલી મારી ભાવના સત્કારે! માતપિતા ચાલ્યા ગયા, તમે પણ ચાલ્યા જશે. હું એકલું અટુલે રહી જઇશ! તમે જવાના છે એને હું અટકાવી શકું એમ નથી. પણ માત્ર બે વરસ મને તમારા સાન્નિધ્ય સુખમાં રહેવા દે !" નંદીવર્ધન રાજા ગદ્ગદ્ સ્વરે બોલ્યા. તેવામાં જયેષ્ટાદેવી ત્યાં આવ્યા, વર્ધમાનને ગંભીરવદને અને વામને અપૂર્ણ નયને જે વસ્તુરિથતિ સમજી ગયા. તેમને વર્ધમાન પ્રત્યે અજબ વહાલ હતું. તેમ તેમના અંતરને પણ સારી રીતે પીછાણી ગયા હતા ! કારણ કે જ્યેષ્ટાદેવી એક જાજરમાન નારી હતા. સતીત્વની પરીક્ષામાંથી ઉત્તીર્ણ થઈ મહાસતીના બિરૂદને શોભાવતા હતા. ધર્મરાગી ચેટકરાજા જેવા પિતાની ધર્મરાગી પુત્રી હતા. મહા વિચક્ષણ હતા, અને પ્રખર બુદ્ધિશાળી હતા. વર્ધમાનકુમારની પ્રીતિના સ્થાનરૂપ ભાભી હતા અને વૈરાગી વર્ધમાન તેમના લાડકવાયા દિયર હતા ! દિયર ભેજાઈને તેમને નાતે નિખાલસ અને પ્રેમસભર હતે ! નેહલ નજરે વર્ધમાનને નવરાવતા તેમણે કહ્યું ! Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org